તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
દાઉદી વ્હોરા સમાજમાં સગાઈ સગપણના નામે ઠગ ટોળકી સક્રિય
લગ્નવાંછુકોને પાસે એનકેન પ્રકારે આર્થિક રીતે છેતરપિંડી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા. ૩ :.. દાઉદી વ્હોરા સમાજમાં દીકરીઓ ઓછી અને દીકરાઓની સંખ્યા બમણી હોવાથી કેટલાંક પરિવારોમાં દીકરાઓની ઉમર દિવસે દિવસે વધતી જતી હોવાથી સ્વભાવિક ચિંતા જણાય એટલે દીકરાના માતા પિતા પોતાના દીકરાનું વેવિશાળ થાય તે માટે દાઉદી વ્હોરા સમાજના કેટલાક ગ્રુપોમાં જોડાય છે ગ્રુપમાં જોડાયા બાદ કેટલાંક એડમિનો, અને તેની ટોળકીના કહેવાતાં ખીદમતગુજારો પછી પૈસા મેળવવા માટે પોતાનો ખેલ શરૂ કરે છે છેતરાયાના આવા અનેક કિસ્સાઓ સૌરાષ્ટ્ર સહિત ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર જેવાં વિસ્તારોમાં વિવિધ શહેરોમાં યેનકેન પ્રકારે બહાર આવ્યા પણ આ બધું સોશ્યલ મિડિયામાં જાહેર થયું પણ હજું સુધી કોઈ પોલીસ કે કોર્ટમાં કાયદેસર ફરિયાદ થઈ નથી.
આ ટોળકીના લેડીઝ જેન્ટ્સ સભ્યો પ્રથમ તો અમારી પાસે અમારા સબંધીની દીકરી છે એવી વાત દિકરાના વાલીઓને કરે ત્યારબાદ પોતાની અસલિયત બહાર લાવી ફલાણો ઢીંકણો ખર્ચ માંગી અમારે હજું જીયારત પણ બાકી છે એવી રીતે શ્રીમંત વાલીઓ પાસેથી પૈસા કઢાવી ગ્રુપમાંથી છુમંતર થઈ જાય છે.
હાલ અત્યારના માહોલમાં દીકરાઓની ઉમરમાં વધારો હોવાથી પોતાના વયની કન્યાઓ ઓછી છે આથી દરેક વાલીઓને પોતાના દીકરાને પરણાવવા માટે જાહેરમાં આવે તો આવી ટોળકી તેમને કોઈપણ પ્રકારે અડી જાય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ આવી છેતરપીંડીનો ભોગ બની હોય ત્યારે નજીકના પોલીસ મથકમાં જઈ આવી બદમાશ ટોળકીના સભ્યો સામે ફરિયાદ નોંધાવી જોઈએ તો જ તેમના કાળા કરતૂતો બહાર આવશે.
અત્રે નોંધનીય છે કે દાઉદી વ્હોરા સમાજમાં થોડા સમય પહેલાં રાજકોટમાં લોનના નામે લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું એમાં ભીનું સંકેલાય જતાં લગ્ન વાંછુકને છેતરવાનું આવતાં સમાજમાં ભારે ચર્ચા અને ચકચાર જાગી છે
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
