<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

રસોડામાં ગેસની નળી ફાટતાં ભડકોઃ ત્રણ ર્વષની રૂહી દાઝી હળવદના મયુરનગરનો બનાવઃ બાળા રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૩૦: હળવદના મયુરનગરમાં રહેતાં કાળુભાઇ મોરવાડીયાની દિકરી રૂહી (ઉ.વ.૩) રસોડામાં ભડકો થતાં દાઝી જતાં હળવદ, મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમા ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે હળવદ પોલીસને જાણ કરી હતી. રૂહીના પિતા કાળુભાઇ કડીયા કામની મજુરી કરે છે. તેણી એકની એક દિકરી છે. માતા પુષ્‍પાબેન બહાર કામ કરતાં હતાં ત્‍યારે દિકરી રૂહી રસોડામાં રમતી હતી. આ વખતે ગેસ ચાલુ હોઇ અચાનક તેની નળી ફાટતાં ભડકો થતાં રમી રહેલી રૂહી આગની લપેટમાં આવી ગઇ હતી. પરિવારજનો, પાડોશીઓએ ભેગા થઇ આગ ઓલવી હતી. રૂહી રાજકોટ સારવાર હેઠળ હોઇ હળવદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:51 AM IST)