તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
ઉપલેટામાં નિવૃત રેલવે કર્મચારીનું એટીએમ કાર્ડ બદલાવી ગઠીયાએ ૪.૩૫ લાખ ઉપાડી લીધા
રાજકોટ આવી ટીવીની ખરીદી માટે પૈસા ઉપાડવા જતા ફ્રોડની જાણ થઇઃ ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ

રાજકોટ, તા.૫: ઉપલેટામાં ભગવતી પાર્ક-૨માં રહેતા નિવૃત રેલવે કર્મચારી સેવાદાસભાઇ રામકૃષ્ણભાઇ ગોંડલીયા (ઉ.વ.૬૦)નું બેંકનું એટીએમ કાર્ડ અને પાસર્વડ કોઇપણ રીતે મેળવી લઇ ગઠીયાએ અલગ-અલગ એટીએમમાંથી રૂા.૪.૩૫ લાખ ઉપાડી લઇ છેતરપીંડી કર્યાની ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
સેવાદાસભાઇએ ફરીયાદમાં જણાવ્યુ કે, તે ૩૦/૧૧/ના રેલવેમાંથી નિવૃત થયા છે ૨૧ હજાર રૂપિયા દરમાસે પેન્સન આવે છે. ગઇ તા. ૧૭ના .. ને પોતાની બેંકનું એ.ટી.એમ. કાર્ડ લઇ પૈસા ઉપાડવા માટે પ્રથમ જેરામભાઇ હોલ પાસે એ.ટી.એમમાં ગયા હતા. જયા એક શખ્સ અંદર ગયા હતો તેણે પોતાનું કાર્ડ એટીએમમાં નામના પૈસા ઉપડયા ન હતા જેથી તેવો બહાર નિકળી ‘અહીયા પૈસા ઉપડતા નથી' જેથી અન્ય એટીએમમાં જવુ પડશે તેમ બોલતા તે શખ્સે પણ મારે પણ બીજા એટીએમ મશીન બાજુ આવવું છે કહેતા તેને પોતાના બાઇક પર બેસાડી બંને કોલકી રોડ ઉપર આવેલા એટીએમમાં ગયા હતા જયાં તેણે એટીએમ કાર્ડથી બે વખત ટ્રન્ઝેકશન કરી પાંચ હજાર ઉપાડયા હતા.
આ સમયે તે પૈસા ખીસ્સામાં મુકતા હતા ત્યારે અજાણ્યા શખ્સે તેને એટીએમ કાર્ડ આપી આલ્યો તમારૂ એટીએમ કાર્ડ જે ચેક કર્યા વગર તેવો પોતાનાઅ ખીસ્સામાં મુકી દીધા બાદ ત્યાંથી નિકળી ગયા હતા.
ગઇ તા.૨૫ ના તે કામ સબબ રાજકોટ આવ્યા હતા બાદ તા. ૨૭ના ટીવીની ખરીદી કરવી હોવાથી ભાણેજ ભાવેશ સાથે બજારમા જઇ એટીએમ કાર્ડ લઇ પૈસા ઉપાડવા જતા પૈસા ઉપડયા ન હતા અન્ય એટીએમમાં ટ્રાય કરવા છતા પૈસા ન ઉપડતા એટીએમ કાર્ડ ચેક કરતા તે હિતેશ વાઘેલા નામનું હતું જેથી શ઼કા જતા તેના ફોનના ટેક્ષ મેસેજ ભાણેજને બતાવતા જાવ થઇ હતી કે તેના એટીએમ કાર્ડથી તા.૧૭ થી ૨૭ સુધીમાં અલગ-અલગ સ્થળેથી કુલ રૂા. ૪.૩૫ લાખ ઉપાડી બ્લોક કરી નાખી ફરીયાદ નોંધાવી હતી
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
