News of Tuesday, 3rd November 2026
ધ્રાંગધ્રામાં છોકરા બાબતે પતિએ ઝઘડો કરતાં ગીતાબેને એસિડ પીધું

રાજકોટ તા. ૩: ધ્રાંગધ્રામમાં રહેતી ગીતાબેન ઘનશ્યામ કુંઢીયા-દેવીપૂજક (ઉ.વ.૩૫) નામની મહિલાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં ધ્રાંગધ્રા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
તેણીના લગ્ન સત્તર વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં ચાર દિકરા છે. પતિ ભંગારની ફેરી કરે છે. તેણીના કેહવા મુજબ છોકરાને પતિએ કામ ચીંધતા છોકરાએ ન કરતાં પતિએ ઉશ્કેરાઇ જઇને તેણી સાથે ઝઘડો કરી ધોલધપાટ કરી લીધી હતી. આ કારણે માઠુ લાગી જતાં પોતે એસિડ પી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધ્રાંગધ્રા પોલીસને જાણ કરી હતી.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
