<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર : મોરબીમાં સૌથી વધુ ૮.૩ ઇંચ અને ટંકારામાં પોણા ૭ ઇંચ વરસાદ ખાબક્યો

બપોરે ૨ થી ૪ વાગ્યામાં મોરબીમાં ૩ ઇંચ અને ટંકારામાં અઢી ઇંચ વરસાદ : મચ્છુ નદી બે કાંઠે વહી

(પ્રવીણ વ્યાસ દ્વારા)  મોરબી: મોરબી જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બપોરે ૨ થી ૪ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં મોરબીમાં વધુ ૩ ઇંચ (૭૭ મીમી) વરસાદ નોંધાયો છે. આ સમય દરમિયાન માળિયામાં ૧૦ મીમી, ટંકારામાં ૬૩ મીમી (અઢી ઇંચ), વાંકાનેરમાં ૨૧ મીમી અને હળવદમાં ૩૫ મીમી વરસાદ વરસ્યો છે.

 

સવારે ૬:૦૦ થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઈએ તો, મોરબી તાલુકામાં સૌથી વધુ ૨૧૧ મીમી (૮.૩ ઇંચ), ટંકારામાં ૧૭૧ મીમી (૬.૭ ઇંચ), હળવદમાં ૧૬૦ મીમી (૬.૩ ઇંચ), માળિયામાં ૧૧૭ મીમી અને વાંકાનેરમાં ૭૦ મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમના દરવાજા ખોલવામાં આવતાં મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે.

(7:49 PM IST)