<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સાર્વત્રિક વરસાદની રાહઃ કોડીનાર- મહુવામાં દોઢ ઇંચ

મેઘરાજાનું અલ્‍પવિરામઃ ધુપ-છાંવ યથાવતઃ ભાવનગર- અમરેલી જીલ્લામાં પણ મેઘરાજાનું જોર ઘટયુઃ હજુ અનેક વિસ્‍તારોમાં વાવણીલાયક વરસાદની જરૂરિયાત

રાજકોટ તા.૮: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સાર્વત્રિક વરસાદની રાહ વચ્‍ચે કોડીનાર- મહુવામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે અને ગઇકાલ સાંજથી મેઘરાજાએ અલ્‍પવિરામ લીધો હોય તેવો માહોલ છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા)જુનાગઢઃ જુનાગઢ સહિત સોરઠમાં આજે સવારે મેઘાવી માહોલ વચ્‍ચે ઝાપટા શરૂ થયા હતા.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં જુનાગઢ શહેરમાં ૧૦ મીમી અને ગિરનાર પર્વત પર ૮ મીમી વરસાદ થયો હતો.

જુનાગઢ શહેરમાં ગઈકાલની જેમ આજે પણ સવારથી મેઘાવી માહોલ ઙ્કવતે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટયું હોવાથી સવારથી બફારો અસહ્ય બન્‍યો છે અને આકાશમાં વરસાદી વાદળો છવાઈ ગયા હોવાથી દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શકયતા નકારી શકાતી નથી આ દરમિયાન સવારે શહેરમાં હળવું ઝાપટું વરસી જતા રસ્‍તા ભીના થયા હતા.

જૂનાગઢની માફક જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં પણ સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. ત્રણ દિવસના વિરામ બાદ આજે ફરી મેઘરાજા જમાવટ કરે તેમ જણાઈ રહ્યું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૪ ડિગ્રી, લઘુતમ ૨૮, ભેજ ૭૯ ટકા અને ૧૦.૬ કિ.મી.ની ઝડપે પવન ફુંકાઇ રહયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

ગીર સોમનાથ

ગીર ગઢડા ૧પ મી.મી.

તાલાલા    ૭ મી.મી.

પાટણ-વેરાવળ     ૯ મી.મી.

સુત્રાપાડા   ૧૭ મી.મી.

કોડીનાર    ૩૩ મી.મી.

ઉના        ૧ર મી.મી.

ભાવનગર

વલ્લભીપુર ૧૦ મી.મી.

ઉમરાળા    ૧૧ મી.મી.

ભાવનગર  ૧૧ મી.મી.

શિહોર               ૧૯ મી.મી.

ગારીયાધાર ર૮ મી.મી.

પાલીતાણા ર૩ મી.મી.

તળાજા             ૧૭ મી.મી.

મહુવા               ૩ર મી.મી.

જેશર               ર૪ મી.મી.

ઘોઘા               ૬ મી.મી.

અમરેલી

બાબરા             ૪ મી.મી.

લીલીયા    ૭ મી.મી.

અમરેલી    ૬ મી.મી.

બગસરા    ૩ મી.મી.

ધારી                ૩ મી.મી.

સાવરકુંડલા ૧૧ મી.મી.

ખાંભા               ૧૩ મી.મી.

જાફરાબાદ  ર૪ મી.મી.

રાજુલા              ર૩ મી.મી.

જુનાગઢ

માણાવદર  ૧ મી.મી.

વંથલી              ૮ મી.મી.

જુનાગઢ    ૧૦ મી.મી.

મેંદરડા             ૯ મી.મી.

કેશોદ               ૭ મી.મી.

માંગરોળ    ૧ મી.મી.

માળીયાહાટીના        પ મી.મી.

(10:44 AM IST)