News of Friday, 27th November 2026
જામનગરમાં નશાના કારોબારીઓના હુમલામાં ઘાયલ પોલીસ જવાનના ખબર અંતર પૂછવા જી.જી. હોસ્પિટલ પહોંચ્યા રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય
બાલાજી પાર્કમાં પોલીસ ટુકડી પર હુમલામાં માથામાં ઈજા પામેલા હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાની મુલાકાત લઈ સારવાર અને હાલની સ્થિતિ અંગે મેળવી જાણકારી : પોલીસ જવાનની પડખે ઊભા રહ્યા રેન્જ IG

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૨૭ : જામનગરના બાલાજી પાર્ક વિસ્તારમાં થોડા દિવસો અગાઉ નશીલા પદાર્થોના વેચાણના આરોપીઓ દ્વારા પોલીસ ટુકડી પર હુમલો કરાયાની ઘટના બની હતી, આ હુમલાની ઘટનામાં હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઈન્દ્રસિંહ જાડેજા ઘાયલ થયા હતા, માથાના ભાગે ઈજા થતાં તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘાયલ પોલીસ જવાનના ખબર અંતર પૂછવા રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય જી.જી. હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, તેમણે ઘાયલ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા, તેમજ પોલીસ જવાનની સારવાર અને હાલની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી, આ મુલાકાત દરમિયાન રેન્જ IG પોલીસ જવાનની પડખે ઊભા રહ્યા હતા.(તસવીર : કિંજલ કારસરીયા,જામનગર)
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
