તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી નાવલી નદીમાં ઘોડાપુર: જળસપાટી વધતા શહેરના મુખ્ય બ્રિજ પર પાણી ફરી વળ્યાં
પાણીનો પ્રવાહ નાવલી પોલીસ ચોકી સુધી પહોંચી જતાં સ્થિતિ ગંભીર : 24 કલાકમાં સાવલી નદીના 3 વખત તમામ પુલ ઓવરફ્લો થયા: મહુવાથી આવતો નેશનલ હાઈવે તત્કાલ બંધ કરાયો : રાજુલાથી આવતા સ્ટેટ હાઈવે પર પણ પાણી ભરાયા

સાવરકુંડલામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે શહેરની જીવાદોરી સમાન નાવલી નદી ગાંડીતૂર બની છે. ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવતા તે બંને કાંઠે વહેતી થઈ છે. નદીના જળસ્તરમાં થયેલા અચાનક વધારાને કારણે શહેરના મુખ્ય બ્રિજ ઉપરથી પાણી ફરી વળ્યા છે, જેને પગલે સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા આ માર્ગ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. પાણીનો પ્રવાહ નાવલી પોલીસ ચોકી સુધી પહોંચી જતાં સ્થિતિ ગંભીર બની છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, નાવલી નદીએ આ વર્ષે અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને પાણીના વહેણથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
ભારે વરસાદ મામલે ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યુ છે કે છેલ્લા 24 ક્લાકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. 24 કલાકમાં સાવલી નદીના 3 વખત તમામ પુલ ઓવરફ્લો થયા છે. મહુવાથી આવતો નેશનલ હાઈવે તત્કાલ બંધ કરાયો છે. રાજુલાથી આવતા સ્ટેટ હાઈવે પર પણ પાણી ભરાયા છે. સાવરકુંડલા શહેરમાં પોલીસ પણ તૈયાર છે. કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય તેને લઈને તંત્ર સજાગ છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
