News of Monday, 29th June 2026
૫મી જુલાઇએ જુનાગઢમાં ગીર અને એશિયાઇ સિંહ બચાવો સંમેલન
આ સંમેલન કોઇપણ સમાજ, ખેડૂત, મિત્રો કે માલધારી સમાજના વિરોધ માટે નથીઃ આયોજક નવાનગર નેચર કલબની સ્પષ્ટતા

રાજકોટ તા.૨૯: તાજેતરમાં તા.૫,જુલાઈ, ૨૦૨૬ ના રોજ જૂનાગઢ ખાતે નવાનગર નેચર ક્લબ દ્વારા યોજાનાર ‘‘ગીર અને એશિયાઈ સિંહ બચાવો સંમેલન-૨૦૨૬'' અંગે વિવિધ પ્રકારની ચર્ચાઓ અને કેટલીક ગેરસમજો ફેલાઈ રહી હોવાનું અમારા ધ્યાને આવ્યું છે.આથી નવાનગર નેચર ક્લબ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે કે આ સંમેલન કોઈપણ સમાજ,ખેડૂતમિત્રો,માલધારી સમાજ કે અન્ય કોઈ વર્ગના વિરોધ માટે આયોજિત કરવામાં આવ્યું નથી.
ખરેખર તો, વન્યપ્રાણીઓના કારણે નુકસાન ભોગવતા ખેડૂતમિત્રો અને પશુપાલકોને યોગ્ય અને ઝડપી વળતર મળે, સ્વૈચ્છિક રીતે પુનર્વસન ઇચ્છતા માલધારીઓને વધુ સારું અને ન્યાયસંગત વળતર મળે તેમજ માનવ-વન્યપ્રાણી સંઘર્ષના કાયમી ઉકેલો શોધી શકાય તેવા મુદ્દાઓ પણ આ સંમેલનના કેન્દ્રસ્થાને રહેશે.
આ સંમેલનનો મુખ્ય હેતુ ગીર અને એશિયાઈ સિંહોના સંરક્ષણ સાથે સાથે સમગ્ર ગુજરાત અને દેશના જંગલો, અભ્યારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, પહાડો, વેટલેન્ડ્સ, દરિયાઈ ટાપુઓ તથા ત્યાં વસતા વન્યજીવો અને જૈવ વૈવિધ્યના સંરક્ષણ માટે એક સકારાત્મક,વૈજ્ઞાનિક અને કાયદાકીય અભિગમ સાથે ચર્ચા કરવાનો છે.
સંમેલનમાં ગીર તથા અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પ્રસ્તાવિત માઇનિંગ પ્રવળત્તિઓ,ગેરકાયદેસર અથવા મનસ્વી મંજૂરીઓ, વન્યજીવ કોરિડોરના સંરક્ષણ,વન્યજીવોના કુદરતી આવાસ (હેબિટેટ)ની જાળવણી, વન વિભાગ સામેના પડકારો તેમજ ભવિષ્યમાં પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણને વધુ અસરકારક બનાવવા માટેની રણનીતિ અંગે નિષ્ણાતો,પર્યાવરણવિદો અને પ્રકળતિપ્રેમીઓ વચ્ચે વિસ્તળત ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે કાર્યરત તમામ પ્રકળતિ મંડળો,પર્યાવરણ સંસ્થાઓ અને પ્રકળતિપ્રેમીઓની એક રાજ્યવ્યાપી ડિરેક્ટરી તૈયાર કરવાની પહેલ પણ કરવામાં આવશે,જેથી રાજ્યના દરેક જિલ્લામાં કઈ સંસ્થા કયા ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે તેની પ્રમાણભૂત માહિતી સરકાર,વહીવટી તંત્ર, સંશોધકો તથા સમાજ સુધી પહોંચી શકે.સાથે સાથે વિવિધ સંસ્થાઓ વચ્ચે સંકલન,સહયોગ અને માહિતીની આપ-લે વધુ મજબૂત બને અને ભવિષ્યમાં કોઈપણ પર્યાવરણીય પડકાર સામે સૌ સંગઠિત રીતે કાર્ય કરી શકે.
આ સંમેલનમાં ગુજરાત સ્તરે પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે કાર્યરત સંસ્થાઓ વચ્ચે એક કોમન પ્લેટફોર્મ ઉભું કરવાની દિશામાં પણ ચર્ચા કરવામાં આવશે,જેથી પર્યાવરણને લગતા પ્રશ્નોમાં સમયસર સંકલિત અને રચનાત્મક કામગીરી થઈ શકે.
નવાનગર નેચર ક્લબ ફરી એકવાર સ્પષ્ટ કરે છે કે આ સંમેલનનો હેતુ કોઈ વ્યક્તિ, સમાજ,વિભાગ કે સંસ્થાનો વિરોધ કરવાનો નથી. આ એક સંપૂર્ણપણે રચનાત્મક,કાયદેસર અને જનહિતલક્ષી પ્રયાસ છે,જેનો ઉદ્દેશ માત્ર પ્રકળતિ, જંગલો,વન્યજીવો અને પર્યાવરણના દીર્ઘકાલીન હિતમાં સંવાદ,સહયોગ અને સંકલન દ્વારા ઉકેલ શોધવાનો છે.
ગુજરાતના તમામ પ્રકળતિપ્રેમી મિત્રો,પર્યાવરણ સંસ્થાઓ, વન્યજીવ પ્રેમીઓ, સંશોધકો, ખેડૂતમિત્રો, પશુપાલકો અને જાગળત નાગરિકોને આ રાજ્ય કક્ષાના સંમેલનમાં સહભાગી બની પોતાના સૂચનો અને અનુભવો દ્વારા આ અભિયાનને વધુ મજબૂત બનાવવાની અપીલ વિજયસિંહ એ.જાડેજા (મો.નં.૯૯૨૫૫ ૬૦૧૯૯) પ્રમુખ,નવાનગર નેચર ક્લબ,જામનગર દ્વારા કરવામાં આવેલ છે
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
