News of Wednesday, 30th September 2026
ગીર સોમનાથના બેડીયા-ખાંભા રોડ પર એસટી બસ અને કપાસ ભરેલા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે લોકોના મોત : 10 મુસાફરોને ઇજા
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઊના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા: અકસ્માતની ગંભીરતાને પગલે મૃત્યુઆંક વધવાની આશંકા

ગીર સોમનાથના બેડીયા-ખાંભા રોડ પર એસટી બસ અને કપાસ ભરેલા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકમાં સવાર 2 લોકોનાં મોત થયા છે, જ્યારે બસમાં સવાર 10થી વધુ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઊના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ગંભીરતાને પગલે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
