<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ

ક્ષત્રિય સમાજની 70 થી વધુ દીકરીઓ દ્વારા 15 દિવસની પ્રેક્ટિસ કરીને બાઈક ઉપર તેમજ જમીન ઉપર તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું સમાજની બહેન દીકરીઓ માટે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીના ન્યૂ પેલેસ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાંરાજપુતસમાજનીદિકરીઓ દ્વારા અદ્ભુત તલવાર રાસ રજુ કરવામાં આવ્યો હતો.


સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન દીકરીઓ અને બહેનો દ્વારા ગરબી અને ગરબામાં રાસ ગરબા રજૂ કરવામાં આવતા હોય છે જોકે મોરબીમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજપૂત સમાજની બહેન દીકરીઓ માટે જે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેન મુખ્ય સ્પોન્સર સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા પરિવાર જયદિપ એન્ડ કંપની- વવાણીયા (મોરબી) છે અને કો-સ્પોન્સર ડી.એસ. ઝાલા દેવ સોલ્ટ પ્રા.લી. માળિયા (મિયાણા) હતા. અને મોરબી રાજવી પરિવારની સહમતિથી મોરબીના ન્યુ પેલેસના પટાંગણમાં રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ક્ષત્રિય સમાજની 70 થી વધુ દીકરીઓ દ્વારા 15 દિવસની પ્રેક્ટિસ કરીને બાઈક ઉપર તેમજ જમીન ઉપર તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે રાજપૂત સમાજના અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ તલવાર રાસને સહુ કોઈએ બિરદાવ્યો હતો

(2:10 PM IST)