હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લાંબા સમયથી ગુંજતુ રહેલુ નામ એટલે... ‘અર્નબ' નામનું વાવાઝોડુ હજુ પણ નહી બને?
આઇએમડીના સટીક મોડેલ મેપ્સના પરિવર્તનો આヘર્ય પમાડે છે, બંગાળની ખાડીમાં એક સાથે બે સીસ્ટમોનો પ્રભાવ જોવા મળશેઃ આને કહેવાય કુદરતની કમાલ!

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૩ :.. હાલ તામિલનાડુ આસપાસ એક લો પ્રેસર સીસ્ટમ બનેલી છે. જે દક્ષિણના કેટલાક રાજયો પર રીતસર અનરાધાર વરસાદ વરસાવી રહેલ છે. તો બંગાળની ખાડીાં આંદાામન નિકોબાર ટાપુ નજીક એક લો-પ્રેસર સીસ્ટમ બની છે.
આઇએમડીના ટેનડેઝ ફોર કાસ્ટ મોડેલ મેપ્સનું પરિવર્તન ખરેખર આヘર્ય જનક સ્થિતિ બતાવી રહેલ છે. આગામી પચ્ચીસ ઓકટોબર આસપાસ દક્ષિણના રાજયો સ્થિત બનેલી સીસ્ટમ બંગાળની ખાડીમાં પ્રવેશી વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે. મોડેલ મેપ્સમાં પરિવર્તનો એ તો સ્વભાવિક છે. તેમાં મોટું આヘર્ય નથી પણ એક જ સમુદ્રમાં, બંગાળની ખાડીમાં જ એક સાથે બે સીસ્ટમો સક્રિય જોવા મળી રહી છે. જેને કુદરતની કમાલ જ ગણી શકાય.
જો કે આ લોંગ પીરીયડ મોડેલ ફોર કાસ્ટ હોઇ, હજુ પણ તેમાં બદલાવો આવી શકે છે. આ બન્ને સીસ્ટો લેન્ડફોલ થયા બાદ મર્જ થશે તેવું મોડેલ મેપ્સ દર્શાવે છે. તેથી ગુજરાત સિવાય દક્ષિણ - પૂર્વ અને ઉત્તરના ઘણા રાજયોમાં આ સીસ્ટમ્સની જુગલબંધી ઘણો વરસાદ વરસાવશે.
આવનારા દિવસોમાં મોડેલ મેપમાં કોઇ બદલાવ આવે તો અલગ વાત પણ હાલ આઇએમડી આ કોઇ સીસ્ટમ વાવાઝોડુ બને તેવું અનુમોદન આપતુ નથી, ર૦ર૬ ના ચોમાસામાં એક પણ સીસ્ટમ વાવાઝોડાની કેટેગરી એ ન પહોંચવી એ અલનિનો ના પ્રભાવ હોવાનું નકારી શકાય નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
