તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
GMERS મેડિકલ કોલેજનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન: ટેબલ ટેનિસમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઝળક્યા.
વિજેતા ખેલાડીઓ હવે સ્ટેટ લેવલે મોરબી મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ કરશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં મોરબીની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરે ટેબલ ટેનિસ રમતમાં શાનદાર દેખાવ ક૨ી કોલેજ અને શહેરનું નામ રોશન કર્યું છે.
ટેબલ ટેનિસની ઓપન કેટેગરી મિક્સ ડબલ્સ સ્પર્ધામાં કોલેજના વિસ્મય ત્રિવેદી અને જહાનવી કૈલા પ્રથમ ક્રમે વિજેતા બન્યા છે. જ્યારે ડો. દિપ ભાડજા અને મીરા લોરીયાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત વુમન્સ સિંગલ્સ કેટેગરીમાં પણ જહાનવી કૈલાએ દ્વિતીય અને વંશીતા દેવાણીએ તૃતીય ક્રમ મેળવ્યો છે.
આ તમામ વિજેતા ખેલાડીઓ આગામી સમયમાં સ્ટેટ લેવલની સ્પર્ધામાં મોરબી મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ GMERS મેડિકલ કોલેજના ડીન ડો. નિરજકુમાર બિશ્વાસ અને અન્ય ફેકલ્ટી સભ્યોએ વિજેતાઓને ખુબ ખુબ અભિનંદન પાઠવી, સ્ટેટ લેવલ માટે શુભેચ્છાઓ આપી હતી.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
