તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
જામનગર વોર્ડ નં-16માં સમાણા ટોડ પર ક્રિષ્ણાપાર્કથી વિ.ડી.બી. પાર્ટી પ્લોટ” તરફ જવાનો રસ્તો આખો જુલાઈ મહિનો બંધ રહેશે
ભૂગર્ભ ગટરની પાઈપ લાઈન નાખવાની કામગીરીના અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવા તા.૦૬થી રસ્તો બંધ રાખવા નિર્ણય

જામનગર :દિપેશ કેડિયા, આઈ.એ.એસ., કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા દ્વારા ધબી.પી.એમ.સી.એક્ટ ૧૯૪૯ ની કલમ-૨૩૬ની જોગવાઈ હેઠળ મળેલ સતાની રૂએ જાહેર જનતાને જાહેર નોટિસથી જાણ કરાઈ છે કે જામનગર મહાનગર પાલિકાની હદમાં "વોર્ડ નં.૧૬, સમાણા રોડ પર ક્રિષ્ના પાર્કથી વિ.ડી.બી. પાર્ટી પ્લેટ” સુધી ભૂગર્ભ ગટરની પાઈપ લાઈન નાખવાની કામગીરીના અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૦૬/૦૭/૨૦૨૬ થી તા.૩૧/૦૭/૨૦૨૬ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા આ જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ કલમ – ૩૯૨ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
(૧) “વોર્ડ નં.૧૬, સમાણા રોડ પર ક્રિષ્ના પાર્કથી વિ.ડી.બી. પાર્ટી પ્લોટ” તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે સમાણા રોડ પર આવેલ જે. જે. જશોદાનાથ સોસાયટી થઈ જે. જે. જશોદાનાથ – ૨ થઈ સમાણા રોડ સુધી જવાનો રોડ ચાલુ રહેશે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
