તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ગોંડલમાં અકરમભાઇ અને તેના પત્નિ પર ફુલછોડના કુંડાથી હુમલોઃ ધમકી
કાર પાર્ક હોઇ દૂર ફટાકડા ફોડવાનું કહેતાં જામી પડી નાક, મોઢા, ખભા પર ઇજાઓઃ પોલીસે અહેમદ મકરાણી, તમન્નાબેન, હનીફભાઇ અને આફતાબ વિરૂધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૩: ગોડલના ભગવતપરા મોવીયા રોડ ફુલવાડી-૧માં કાર પાર્ક કરી હોઇ ત્યાંથી દુર ફટાકડા ફોડવાનું કહેવાતાં પાડોશીઓ ગેરેજ સંચાલક યુવાન અને તેના પત્નિ પર હુમલો કરી ઢીકાપાટુ અને ફુલછોડના કુંડાથી હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.
આ બનાવમાં ગોંડલ સીટી પોલીસે ગેરેજ સંચાલક ં અકરમભાઇ દાઉદભાઇ બાલાપરીયા (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી તેના પાડોશીઓ અહેમદ હનીફભાઇ મકરાણી, તમન્નાબેન હનીફ મકરાણી, હનીફભાઇ મકરાણી અને આફતાબ હનીફભાઇ મકરાણી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. દિવાળીની રાતે અકરમભાઇના પત્નિ નફીશાબેન પોતાના ઘર પાસે બેઠા હતાં ત્યારે અહેમદ અને તમન્ના ઘર પાસે ફટાકડા ફોડતાં હતાં અને અકરમભાઇની ફોર વ્હીલ પાર્ક કરી હતી એ તરફ નાખતા હોઇ જેથી નફીશાબેને કાર તરફ ફટાકડા નાખવાની ના પાડતાં તેણી સાથે આ બંનેએ બોલાચાલી કરી હતી.
બાદમાં અકરમભાઇ ઝઘડો નહિ કરવા સમજાવવા જતાં અહેમદ સહિત ચારેયએ મળી અકરમભાઇને માથામાં ફુલછોડનું કુંડી મારી દઇ ઢીમકાપાટુ માર્યા હતાં. તેમજ આફતાબે ગાલ પર લાફો મારી લીધો હતો. તેમજ નાક ઉપર અહેમદે ઢીકા મારી લીધા હતા. વચ્ચે પડેલા પત્નિ નફીશાબેનને પણ ફુલછોડના કુંડાથી મુંઢ ઇજા પહોંચાડી હતી. તેમજ માથે જતાં મારી નાખવાની ધમકી આપી હતી. અકરમભાઇને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. એએસઆઇ જે. કે. પુરોહિતે તેની ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
