તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
ગોંડલ બ્રહ્મ સેવા ટ્રસ્ટ દ્વારા ૧૨૫ બ્રહ્મ પરીવારોને અન્નપુર્ણા જોળી અર્પણ કરાઇ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૧ :.. પવિત્ર શનિ અમાવશ્યા ના પવિત્ર દિવસે શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્ટ ગોંડલ દ્વારા ગોંડલ માં વસતા ગંગા સ્વરૂપ બહેનો અને આર્થિક નબળી સ્થિતિ વાળા ૧૨૫ બ્રહ્મ પરિવારો ને અન્નપૂર્ણા જોળી અર્પણ કરવામાં આવી હતી અને સાથોસાથ શ્રી એસ જી વી પી ગુરુકુળ રીબડા ના સ્વામી શ્રી ધર્મવત્સલ સ્વામી દ્વારા વીસ રાશન કીટ આપવામાં આવી હતી સ્વ.ગોવિંદભાઈ દેસાઈ પરિવાર તરફથી પાંચ રાશન કીટ અને પંચ્યાસી (૮૫) પરિવારો ને કેરી ના બોક્સ આપવામાં આવી હતી અને ગુરુદેવ ભગવાન શ્રી હરિચરણદાસજી બાપુ ના શિષ્ય શ્રી બીનાબેન એમ ઠકકર ના પરિવાર દ્વારા છ રાશન કીટ અને વીસ કેરીના બોક્સ આપવામાં આવ્યા હતા તેમજ ગૌ સેવકો તરફથી ૧૧ રાશન કીટ શ્રી વિક્રમભાઈ બાંભવા દ્વારા ૧૧ કીટ શ્રી કિશોરભાઈ કાલરીયા ચેરમેન ગોંડલ નાગરિક બેંક તરફથી પાંચ કીટ એક ગણેશ ભક્ત દ્વારા પાંચ કીટ આપવામાં આવી હતી તેમજ એક. જય ગુરુદેવ ના નામે ચાર કીટ મળેલ હતી એ.જે.વ્યાસ સાહેબ ચીફ ઓફિસર ગોંડલ નગર પાલિકા.રાજુભાઈ મેહતા.રવિરાજસિંહ જાડેજા.હરદેવસિંહ ચુડાસમા.દિપકભા ઈ મેહતા.વગેરે ઘણા નામી અનામી દાતાશ્રી ઓએ તેઓએ તેમના પિતળ ઓનાં મોક્ષાર્થે અન્નદાન આપી શનિ અમાવસ્યા પર પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. અલખ હનુમાનજી પરીવાર દ્વારા ખીચડી નો સહયોગ મળ્યો છે.
આપણા હિન્દુ ધર્મ માં અમાવસ્યા ના દાન ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે આ કાર્ય માં SGVP ગુરુકુળ રીબડા ના શ્રી કેવલભાઈ તેમના વિધાર્થીઓ સાથે આવેલ હતા આ શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્ટ ના આ કાર્યક્રમ માં શ્રી વિજયભાઈ ભટ્ટ, મહેશભાઈ પંડ્યા, યશવંતભાઇ રાવલ, રજનીભાઇ પંડ્યા, કિશોરભાઈ દવે, અભયભાઈ દિપેન્દ્રભાઈ ઠાકર, હિતુભાઈ ત્રિવેદી, નિસર્ગ ભટ્ટ વગેરે બ્રહ્મ આગેવાનો હાજર રહ્યાં હતાં.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
