તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાએ કર્યું મતદાન, મહિલા મતદારોને સહભાગી થવા કરી ખાસ અપીલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિભાવી લોકશાહીની ફરજ, કહ્યું- ગ્રામ્ય વિકાસનો પાયો સ્થાનિક સંસ્થાઓમાં છે; મજબૂત નેતૃત્વ માટે મતદાન જરૂરી

ગોંડલ તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત ગોંડલના ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજાએ રવિવારે મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી.
મતદાન બાદ ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, લોકસભા અને વિધાનસભાની જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ એટલી જ મહત્વની છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા દ્વારા જ ગામ-શહેરનો સીધો વિકાસ થાય છે. પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ માટે યોગ્ય પ્રતિનિધિની પસંદગી જરૂરી છે.
તેમણે વધુમાં કહ્યું કે, લોકશાહીમાં મહિલાઓની સહભાગિતા ખૂબ જરૂરી છે. દરેક મહિલા મતદારે ઘરની બહાર નીકળીને મતદાન કરવું જોઈએ, જેથી મહિલા સશક્તિકરણ સાથે વિસ્તારનો વિકાસ પણ થાય.
ગીતાબા જાડેજાએ ગોંડલ વિધાનસભા વિસ્તારના તમામ મતદારો, ખાસ કરીને માતા-બહેનોને અપીલ કરતાં જણાવ્યું કે, લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી થઈએ અને વધુમાં વધુ મતદાન કરીને સ્થાનિક સરકારને મજબૂત બનાવીએ.(તસ્વીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
