<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

ગોંડલ પોલીસ બે મોબાઇલ ફોનની ઉઠાંતરી કરનાર ભાવેશને ઝડપી લીધો

 

રાજકોટ, તા.૩:  ગોંડલ સીટી પોલીસે મોબાઇલ ફોનની ચોરી કરનાર શખ્‍સને ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ ગઇ તા.૩૧/૦૭/ના રાત્રીના સાડા ત્રણેક વાગ્‍યાથી સવારના આશરે સાડા સાતેક વાગ્‍યા દરમ્‍યાન ગોંડલ,સીવીલ હોસ્‍પિટલ ખાતેથી VIVO કંપનીનો ે મોબાઇલ ફોન તેના એર્ટેલ કંપનીનું સીમ કાર્ડ તથા SAMSUNG કંપનીનો મોબાઇલ જેની આશરે કિ.રૂ.૫,૦૦૦/- વાળો કોઇ અજાણ્‍યો ઇસમ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ હતા. સીટી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેક્‍ટર જે.આર.ઝાલાની સુચના અને માર્ગદર્શન અન્‍વયે સર્વેલન્‍સ સ્‍કોડ આરોપીનું નામ તથા સરનામું:- (૧) ભાવેશભાઇ હરસુખભાઇ સોલંકી ઉ.વ.૨૫ રહે.ગોંડલ સરકારી દવાખાના સામે નદીના ખાડમાંરાજકોટને બે ચોરાઉ મોબાઇલ  સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહી ગોંડલ સીટી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે.આર.ઝાલા  એ.એસ.આઇ. જીગ્નેશભાઈ પુરોહિત તથા વિરમભાઇ વાણવી તથા પોલીસ હેડ કોન્‍સ.યુવરાજસિંહ ગોહીલ ચંદ્રકાંતભાઇ રોજાસરા પો.કોન્‍સ.રાજેશભાઇ બાંભવા તથા જયદીપભાઈ ડાંગર દ્વારા કરવામાં આવેલ છે.

(2:18 PM IST)