News of Tuesday, 17th November 2026
જસદણ ભાજપના ગઢમાં ગોપાલ ઇટાલિયા છવાયાઃ ફોટો સેશનમાં યુવાનોની તડાપીડ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણઃ જસદણમાં સોમવારે પાટીદાર શૈક્ષણિક ભવનના વડા ડો. દિનેશભાઈ બાંભણીયા દ્વારા આયોજિત સખી સ્નેહમિલન સમારોહમાં પાટીદાર આગેવાનો સાથે વિસાવદર ‘આપ'ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યાં હતાં પણ એમની લોકપ્રિયતા આભને આંબી હોય એવી રીતે યુવાનો તેમની સાથે ફોટો પડાવવા રીતસરની પડાપડી કરી હતી. સામાન્ય રીતે જસદણ ભાજપનો ગઢ ગણાય છે પણ અહી આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છવાયા હતા
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
