<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ભૂપેન્‍દ્રભાઈ પટેલને ગોપાલ ઈટાલીયાની રજૂઆત

વિસાવદર તાલુકાના ૧૪ ગામમાં ખેડૂતોને ભૂદાનમાં મળેલી જમીનના ૭/૧૨માં અનામત જંગલ જમીનની નોંધ હટાવવા અર્જુનભાઈ મોઢવાડીયાને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય ગોપાલ ઈટાલીયાની રજૂઆત

રાજકોટ, તા.૩૦: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય ગોપાલ ઈટાલીયાએ ત્રણ પ્રશ્‍નો બાબતે ઊંડાણપૂર્વક રજૂઆત કરેલ છે.

જેમાં રતાંગ મીયાવડલા ઈશ્વરીયા મોટીમોણપરી MDR કક્ષાનો રોડ બે દશક પહેલા મંજૂર થયેલ હોવા છતાં આજદિન સુધી બનેલ છે. આ રોડના બે મોટા સ્‍ટ્રક્‍ચર (પુલ) ના કામ પૂર્ણ થયેલ છે પરંતુ ૨૦ વર્ષથી મંજૂર થયેલ હોવા છતાં આ રોડ બનેલ નથી.

મોટી મોણપરી સરસઈ ચાંપરડા રોડ પણ ૨૦ વર્ષો પહેલા મંજુર થયેલ હોવા છતાં આજદિન સુધીના એ રોડ બની શકેલ નથી તો આ રોડ બનાવવા માટે જલ્‍દી કાર્યવાહી કરવા વિનંતી કરેલ છે.

ભેંસાણ તાલુકામાં જીઆઇડીસી બનાવવા માટે અગાઉ મેં સરકારમાં લેખિત રજૂઆત કરેલ હતી જે અનુસંધાનમાં સરકારી વિભાગ દ્વારા કેટલોક સર્વે કરવામાં આવેલ છે તો ભેસાણમાં જીઆઇડીસીની જરૂરિયાત અંગે મુખ્‍યમંત્રીશ્રીને વિગતવારની માહિતી આપી અને મંજૂરી મળે એવી રજૂઆત કરેલ છે.

  વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાને રૂબરૂ મળીને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય ગોપાલ ઈટાલીયાએ વિસાવદર તાલુકાના ૧૪ ગામમાં ખેડૂતોને ભૂદાનમાં મળેલી જમીનના ૭/૧૨માં અનામત જંગલ જમીનની નોંધ હટાવવા બાબતે રૂબરૂ રજૂઆત કરેલ છે.

ઉપરોક્‍ત  મુદ્દાઓ બાબતે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે યોગ્‍ય કાર્યવાહી કરવાની ખાતરી આપેલ છે.તેમ વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય ગોપાલ ઈટાલીયાએ જણાવ્‍યું છે.

(10:43 AM IST)