<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

રાજયમાં પરિવર્તન લાવવા મજબુત રાજકીય લડત આપવાનો ધ્રોલમાં ગોપાલ ઇટાલીયાનો સંકલ્‍પ

ધ્રોલમાં આમ આદમી પાર્ટીનો ભવ્‍ય નૂતન વર્ષ સ્‍નેહમિલન સમારોહ યોજાયોઃ ધારાસભ્‍ય ગોપાલ ઇટાલીયાના સરકાર સામે આકરા પ્રહારઃ મિશન ૨૦૨૭ અંતર્ગત પરિવર્તનનો સંકલ્‍પ દોહરાવાયો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૭: આમ આદમી પાર્ટી દ્વારા ધ્રોલ ખાતે નૂતન વર્ષ નિમિત્તે ભવ્‍ય તોહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાલાવડ વિધાનસભા પ્રભારી ડો. કલ્‍પેશ મકવાણાના આયોજન અને સંકલન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્‍યામાં કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

સમારોહમાં વિસાવદરના ધારાસભ્‍ય ગોપાલ ઇટાલીયા, સુરતના કોર્પોરેટર અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી, કોર્પોરેટર પંકજ ચાવડા, પ્રદેશ સંગઠન મંત્રી તેજસ ગાજીપરા, જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ, જામનગર લોકસભા પ્રમુખ ડો. જીગ્નેશ સોલંકી, કાલાવડ વિધાનસભા પ્રભારી ડો. કલ્‍પેશ મકવાણા, જામનગર રૂરલ વિધાનસભા પ્રભારી પ્રકાશભાઈ દોંગા તેમજ કાલાવડ વિધાનસભા સંગઠન મંત્રી કે.પી. બથવાર સહિતના આગેવાનો વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્‍ય ગોપાલ ઇટાલીયાએ જનમેદનીને સંબોધતાં રાજ્‍ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગુજરાતના ખેડૂતોની કથળતી પરિસ્‍થિતિ, ખેતીના પ્રશ્નો, યુવાનોના ભવિષ્‍ય અને આવનારી પેઢીના હિતો અંગે ચિંતા વ્‍યક્‍ત કરી હતી. સાથે જ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને રાજ્‍યમાં પરિવર્તન લાવવા મજબૂત રાજકીય લડત આપવાનો સંકલ્‍પ વ્‍યક્‍ત કર્યો હતો.

આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને મિશન ૨૦૨૭ અંતર્ગત જામનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બનાવવા અને પરિવર્તનના લક્ષ્ય સાથે આગળ વધવાનો નિર્ધાર દોહરાવવામાં આવ્‍યો હતો. ડો. કલ્‍પેશ મકવાણાના સુચારૂ આયોજન અને કાર્યકરોના ઉત્‍સાહભર્યા સહકારથી સ્‍નેહમિલન સમારોહ ભવ્‍ય રીતે સંપન્ન થયો હતો

(10:47 AM IST)