તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
લોકોના પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ કરવાનો સરકારનો અભિગમ : અર્જુનભાઇ
પોરબંદરમાં કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયોઃ અરજદારોના પ્રશ્નનો સમય મર્યાદામાં નિકાલ કરવા અધિકારીઓને સુચના અપાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., રપઃ વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો હતો. જેમાં જનપ્રશ્નોના ત્વરિત અને અસરકારક નિરાકરણ માટે સરકારનો સકારાત્મક અભિગમ હોવાનું અર્જુનભાઇએ પ્રવચનમાં જણાવ્યું હતું.
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકદરબારમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા નાગરિકોએ પોતાની વ્યક્તિગત તેમજ જનહિતના પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી.
આ લોકદરબારમાં રોડ-રસ્તા, જમીન સંબંધિત પ્રશ્નો જાહેર સુવિધાઓ, સ્વચ્છતા, ભૂગર્ભ ગટર, જન્મ-મરણના દાખલા, સિંચાઈ માટે પાણી તથા વિવિધ વિભાગોને લગતી અરજીઓ રજૂ કરવામાં આવી હતી. મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી પ્રશ્નોનું ત્વરિત, પારદર્શક અને અસરકારક નિરાકરણ લાવવા હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.
અર્જુનભાઇએ અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય અને અરજદારોને યોગ્ય ન્યાય મળે તે માટે અધિકારીઓને સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક કામગીરી કરવા ભાર મૂકયો હતો તેમજ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ લોકદરબારમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનબેન તિવારી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, જિલ્લા મહામંત્રી રાજેશભાઈ કરગટિયા, શહેર ભાજપ પ્રમુખ લકીરાજસિંહ વાળા, જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
