<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

રાજ્‍યપાલ કાલે જામનગર જિલ્લાની મુલાકાતે

જામનગર અને લતીપુર ખાતે વળક્ષારોપણ,સ્‍વચ્‍છતા અભિયાન અને ખેડૂતો સાથેના પરિસંવાદ સહિતના વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્‍થિત

(મુકુંદ બદિયાણી-સંજય ડાંગર દ્વારા)ધ્રોલઃ તા.૧૧, રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રત તા. ૧૨ અને ૧૩ના  જામનગર જિલ્લાની મુલાકાત લેશે. કાર્યક્રમના સુચારુ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્‍ટર  પી.બી. પંડ્‍યાની અધ્‍યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્‍યપાલશ્રીના પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્‍યવસ્‍થા, પ્રોટોકોલ, વાહન વ્‍યવસ્‍થા, કાર્યક્રમ સ્‍થળોની તૈયારીઓ, સ્‍વચ્‍છતા, ર્પાકિંગ, વીજ પુરવઠો, આરોગ્‍ય સેવાઓ તેમજ વિવિધ વિભાગો વચ્‍ચે જરૂરી સંકલન અંગે આ બેઠકમાં  ચર્ચા કરવામાં આવી હતી. કલેક્‍ટરશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને તેમની સોંપાયેલ જવાબદારીઓ સમયસર અને સુવ્‍યવસ્‍થિત રીતે પૂર્ણ કરવા તેમજ રાજ્‍યપાલશ્રીના સમગ્ર પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારની અવ્‍યવસ્‍થા ન સર્જાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

મુલાકાત દરમિયાન તેઓ પ્રાકળતિક ખેતી સ્‍ટોલનું ઉદઘાટન, ગ્રામસભા, વળક્ષારોપણ,સ્‍વચ્‍છતા અભિયાન અને ખેડૂતો સાથેના પરિસંવાદ સહિતના વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે.

તા.૧૨  સવારે ૯:૧૫ કલાકે જામનગર એરપોર્ટ ખાતે આગમન કર્યા બાદ  લાખાબાવળ સ્‍થિત વેદગર્ભવિહારની મુલાકાત બાદ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન ધીરુભાઈ અંબાણી ચેમ્‍બર ઓફ કોમર્સ ખાતે યોજાનાર ગર્ભવિજ્ઞાન, ગર્ભસંસ્‍કાર, ડોક્‍ટર ટ્રેનિંગ દીક્ષાંત અને રાષ્‍ટ્રીય સંગોષ્ઠિ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

બપોરે ૧૧:૫૦ કલાકે તેઓ જામનગરના એમ્‍યુઝમેન્‍ટ પાર્ક ખાતે પ્રાકળતિક કળષિ વેચાણ કેન્‍દ્રનું ઉદ્ધાટન કરશે. સાંજે ૬:૩૫ કલાકે તેઓ ધ્રોલ તાલુકાના લતીપુર ગામ ખાતે કોલોની વિસ્‍તાર, સિંચાઈ વિભાગ ખાતે વળક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બનશે. બાદમાં લતીપુરના ચભાડિયા શેરી વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અભિયાનમાં જોડાશે. બાદમાં લતીપુર ખાતે ભોજન ગ્રહણ કરશે. અંદાજિત ૯:૦૦ કલાકે તેઓ સરકારી ઉચ્‍ચતર હાઈસ્‍કૂલ, લતીપુર ખાતે સ્‍થાનિક નાગરિકો સાથે ‘ખાટલા પરિષદ' અંતર્ગત સંવાદ યોજશે.

બીજા દિવસે તા. ૧૩  સવારે ૫:૪૫ કલાકે લતીપુર તાલુકા પ્રાથમિક શાળા ખાતે યોજાનાર યોગ કાર્યક્રમમાં સહભાગી બનશે. બાદમાં ગાય દોહન અને સવારે ૭:૦૦ કલાકે બલદેવભાઈ ખાત્રાણી નામના ખેડૂતના પ્રાકળતિક ખેતી ફાર્મ, લતીપુરની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ બાદ સવારે ૯:૪૫ કલાકે તેઓ ધ્રોલ સ્‍થિત જી.એમ.પટેલ કન્‍યા વિદ્યાલય ખાતે પ્રાકળતિક ખેતી પ્રદર્શનની મુલાકાત, કળષિકારો સાથે પરિસંવાદ તથા કળષિસખી અને સીઆરપી સાથે સંવાદ કરશે.

(12:59 PM IST)