News of Thursday, 29th October 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના પાટોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ
૫.પૂ.શા.સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વક્તાપદે ત્રિદિનાત્મક ‘શ્રી હનુમંત ચરિત્ર કથા'નો પ્રારંભ,મારૂતિ યજ્ઞ, સમૂહ યજ્ઞ અને અન્નકૂટોત્સવ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોઃ હજારો હરિભક્તો ઉમટી પડશે

રાજકોટ, તા.૨૯: બોટાદ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ભવ્ય પાટોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે.સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પરિવાર અને વડતાલ સંસ્થાન દ્વારા પાટોત્સવના કાર્યક્રમની વિગતવાર રૂપરેખા જાહેર કરવામાં આવી છે.
શ્રી મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ ધોલેરાધામનાં ઉપલક્ષમાં પરમકળપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કળપાથી, વડતાલદેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીનાં શુભઆશીર્વાદથી અને અ.નિ. સાધુ શ્રી શ્યામવલ્લભદાસ સ્વામીની પુણ્યસ્મળતિમાં અને૫.પૂ. ગુરૂવર્ય શ્રી અથાણાવાળા સ્વામીનાં આશીર્વાદથી એવં પ.પૂ.સ.ગુ.પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશ દાસજી સ્વામી (અથાણાવાળા) ૫.પૂ.સ.ગુ.ડો.શા. શ્રી સ્વામી-પ્રેરણાથી એવમ્ સંતવલ્લભદાસજી ચેરમેનશ્રી,વડતાલની શ્રી કષ્ટભંજનદેવનો ૧૭૮મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ભવ્ય પાટોત્સવની ઉજવણી તા. ૨૮ ઓક્ટોબર ૨૦૨૬, બુધવારથી શરૂ થઈ છે.
૫.પૂ.શા.સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વક્તાપદે ત્રિદિનાત્મક ‘શ્રી હનુમંત ચરિત્ર કથા'નું આયોજન તા. ૨૮-૧૦-૨૦૨૬, બુધવાર થી તા.૩૦-૧૦-૨૦૨૬, શુક્રવાર દરમિયાન રાખવામાં આવેલ છે.ગઈકાલે બુધવારે સાંજે ૪:૦૦ કલાકે નીલકંઠ મહાદેવ મંદિરથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી ત્યારબાદ સાંજે ૪:૩૦ કલાકે કથાનો પ્રારંભ થયો હતો. કથા તા.૩૦ ઓક્ટોબર સુધી દરરોજ સવારે ૯:૦૦ થી ૧૧:૩૦ અને બપોરે ૪: ૩૦ થી ૬:૩૦ કલાકે યોજાશે.આજે તા.૨૯ ઓક્ટોબરને ગુરૂવાર સવારે ૭:૦૦ કલાકે મારૂતિ યજ્ઞનો પ્રારંભ થયો છે.જેનો વિરામ તા.૩૦મીએ બપોરે ૧૨:૦૦ કલાકે થશે.
મુખ્ય પાટોત્સવ કાલે
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો મુખ્ય પાટોત્સવ કાલે તા.૩૦ ઓક્ટોબર, શુક્રવાર, આસો વદ-પાંચમના રોજ ઉજવાશે. આ દિવસે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી, સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી, સવારે ૮:૦૦ કલાકે શ્રી કષ્ટભંજન દેવનો વિશેષ અભિષેક અને સવારે ૧૧: ૦૦ કલાકે અન્નકૂટ આરતી યોજાશે. આ દિવસે દાદાના દિવ્ય શણગાર અને દર્શનનો લાભ લેવા હજારો ભક્તો ઉમટી પડશે તેવી શકયતા છે.
શ્રી કષ્ટભંજન હનુમાનજીદાદાના દર્શન, અભિષેક, અન્નકૂટ,યજ્ઞદર્શન, કથાશ્રવણના દર્શન એવં બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ લેવા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મંદિરના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, શાષાી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી(અથાણાવાળા) તથા તમામ સંતમંડળ-પાર્ષદ મંડળ તરફથી સૌ પ્રેમીભક્તોને પરિવાર સહિત પધારવા હાર્દિક આમંત્રણ છે.
દિવાળી પર્વના વિશેષ કાર્યક્રમો
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના પાટોત્સવ બાદ દિવાળી પર્વ નિમિત્તે પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૦૭ નવેમ્બર, કાળીચૌદશને શનિવારે સમૂહ યજ્ઞ પ્રારંભ સવારે ૭:૦૦ કલાકે, અભિષેક આરતી સવારે ૯: ૦૦ કલાકે અને પૂર્ણાહુતિ બપોરે ૧૨: ૦૦ કલાકે. યજ્ઞમાં બેસવા ઈચ્છુક હરિભક્તોએ મો.નં. ૯૮૨૫૮ ૩૫૩૦૪/૦૫/૦૬ પર અગાઉથી નામ નોંધાવવા મંદિર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તા.૦૮ નવેમ્બરને દિવાળીએ રવિવારે સાંજે૪:૦૦ થી ૬:૦૦ કલાકે ચોપડાપૂજન (શારદા અને લક્ષ્મીપૂજન), સાંજે ૬:૩૦ કલાકે દિપોત્સવ (સંધ્યા આરતી) અને રાત્રે ૯:૦૦ થી ૧૦:૦૦ કલાકે આતશબાજી. તા.૦૯ નવેમ્બરને સોમવારે અન્નકૂટોત્સવ / ગોવર્ધનપૂજા નિમિત્તે વિશેષ આરતીઓ, સાંજનો થાળ અને શયન. તા.૧૦ નવેમ્બરને મંગળવારે નૂતનવર્ષ નવા વર્ષના વધામણા અને વિશેષ આરતીઓ. આ દિવસે પ.પૂ. સદગુરૂવર્ય શ્રી અઘાણાવાળા સ્વામી સંતમંડળ દ્વારા સૌ ભક્તોને નૂતનવર્ષની શુભકામના પાઠવવામાં આવી છે. તા.૧૦ થી ૧૬ નવેમ્બર સુધી દરરોજ મંગળા આરતી સવારે ૫:૩૦ કલાકે અને શણગાર આરતી સવારે ૭:૦૦ કલાકે નિયત સમયે થશે.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મંદિરના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, શાષાી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી(અથાણાવાળા) ની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સાળંગપુર મંદિરના મહંત પ.પૂ. શાષાી સ્વામી અને સંતમંડળ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
