તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
ભાવનગરના મહુવામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો: કુલ 4 ઇંચ વરસાદથી પાણી પાણી
ગાર્ડન રોડ, શાકમાર્કેટ, મુખ્ય બજાર, જનતા પ્લોટ, ખારઝાંપા અને કુંભારવાડા સહિતના માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકી

ભાવનગરઃ મહુવામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મહુવાના ટાઉન વિસ્તારમાં એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગાજવીજ સાથે વરસાદનો રાઉન્ડ શરૂ થતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગાર્ડન રોડ, શાકમાર્કેટ, મુખ્ય બજાર, જનતા પ્લોટ, ખારઝાંપા અને કુંભારવાડા સહિતના માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સિટી વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું. અચાનક ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. બીજી તરફ, વરસાદના આગમનથી ખેતરોમાં ઉભા પાકને જીવનદાન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
