તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
અમરેલી લોકસભાના સાંસદના સમર્પણ કાર્યાલયનું ભવ્ય ઉદ્ધાટન
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણ : જુના માર્કેટ યાર્ડ ખાતે ખુલ્લું નવું કાર્યાલય નાગરિકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે બનશે સેવા કેન્દ્ર, છેવાડાના માનવીનો અવાજ સાંભળાશે, ગાંધીનગર-દિલ્હીના ધક્કા બંધ થશે

(અરવંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૬: અમરેલી લોકસભા મતવિસ્તારના નાગરિકોની સુવિધા અને તેમના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જુના માર્કેટ યાર્ડ ખાતે સાંસદના નવા સમર્પણ કાર્યાલયનું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે સમર્પણ કાર્યાલયનું લોકાર્પણ થયું.
ઉદ્ધાટન પ્રસંગે અમરેલી જિલ્લા પ્રભારી અભયસિહ ચૌહાણ, લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ભૂતૈયા, જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ માંજરીયા, ભાજપ મહામંત્રી ચેતનભાઈ શિયાળ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે અમારી સરકાર અને સંગઠન હંમેશા પ્રજાની વચ્ચે રહીને કામ કરવામાં માને છે. આ નવું સમર્પણ કાર્યાલય અમરેલીની જનતા માટે સેવાનું એક નવું કેન્દ્ર બની રહેશે, જ્યાં છેવાડાના માનવીનો અવાજ સાંભળવામાં આવશે.
ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ઉમેર્યું કે લોકોને પોતાની રજૂઆતો માટે ગાંધીનગર કે દિલ્હી સુધી ધક્કા ન ખાવા પડે અને સ્થાનિક કક્ષાએ જ તેમના વહીવટી કાર્યો સરળતાથી થાય તે હેતુથી આ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
