તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Wednesday, 4th November 2026
વેરાવળ લોહાણા મહાજન વાડીમાં ભવ્ય રંગોળી હરીફાઈઃ ભાગ લેનાર દીકરીઓનું પુજન

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૪: વેરાવળ લોહાણા મહાજન વાડીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજની બહેનો દીકરીઓ,માતા ની કલાને ઉજાગર કરવા ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયેલ છે જેમાં વિના મુલ્યે કલર આપવામાં તેમજ ભાગ લેનાર દીકરીઓનું લક્ષ્મીની જેમ પુજન કરવામાં આવશે. આવશે
વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ દીપક કકકડ, ઉપપ્રમુખ રમેશ ભુપ્તાએ જણાવેલ હતું કે વેરાવળ ભાલકા ભીડીયા પ્રભાસપાટણ વિસ્તારમાં વસતા રઘુવંશી પરીવાર લોહાણા જ્ઞાતિના દીકરીઓ,માતાઓ ની કલા ઉજાગર કરવા દર વર્ષે પરંપરા મુજબ રંગોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન થાય છે આ હરીફાઈ માં ભાગ લેવા માંગતા હોય તેને તાત્કાલીક સટા બજારખાતે થી ફોર્મ મેળવી લેવાનું રહશે તા. ૫/૧૧/૨૬ ના સાજે ૪ થી ૭ વાગ્યા સુધી હરીફાઈ માં ભાગ લેનાર રંગોળી કરી શકશે આ વર્ષે જે દીકરીઓએ રંગોળી માં ભાગ લીધો હશે તેમનું ધરની લક્ષ્મી ની જેમ તીલક કરી દીવાળી પહેલા પુજન કરવામાં આવશે આ કાર્યક્રમ માં દીકરી ના પરીવારજનો સંગા સંબધીઓ પણ ભાગ લઈ શકશે. તા. ૦૬/૧૧/૨૬ થી તા. ૧૦/૧૧/૨૬ ચાર દિવસ સુધી આજુ બાજુ વસતા દરેક જ્ઞાતિ, સમાજોને આ રંગોળી જોવા માટે જાહેર નિમત્રણ અપાયેલ છે ભાગ લેનાર સમાજની તમામ બહેનો દીકરીઆ માતાઓ માટે રંગોળી કરવા માટે કલર સહીત ની તમામ વસ્તુઓ વિના મુલ્યે લોહાણા મહાજન દ્વારા કરવામાં આવશે તો વ્હેલીતકે ફોર્મ મેળવી લેવા અપીલ કરાયેલ છે
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
