<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

અમરેલીમાં ‘મુદ્રા' સંસ્‍થાનો ભવ્‍ય પુનઃ પ્રારંભ, શબ્‍દ પર્વ-૧માં કાવ્‍યરસની હેલી વરસી

રમેશ પારેખ સ્‍થાપિત સંસ્‍થાનું સંચાલન હવે ‘સત્‍ય પ્રેમ કરુણા ટ્રસ્‍ટ' કરશેઃમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્‍તે ઉદ્ધાટન, સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ ગણાવી ઐતિહાસિક ઘટના

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ તા.૨૯: યુગંધર કવિશ્રી રમેશ પારેખ દ્વારા સ્‍થાપિત સાહિત્‍યિક સંસ્‍થા ‘મુદ્રા'નો ગત રવિવારે અમરેલીના દિલીપ સંઘાણી સાંસ્‍કળતિક હોલ ખાતે કાવ્‍યાત્‍મક માહોલમાં ભવ્‍ય પુનઃ પ્રારંભ થયો. પૂજ્‍ય મોરારિબાપુ પ્રેરિત ‘સત્‍ય પ્રેમ કરુણા ટ્રસ્‍ટ' હવે મુદ્રાનું સંચાલન કરશે. ‘અમરેલી ઘરાના'ને પુનઃ ચેતનવંતુ બનાવવાના ઉદ્દેશ્‍યથી આ ઉપક્રમ શરૂ કરાયો છે.

કાર્યક્રમનું ઉદ્ધાટન ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. રાજકોટના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ અધ્‍યક્ષસ્‍થાનેથી ‘મુદ્રા'ના પુનઃ પ્રારંભને સાહિત્‍ય જગત માટે ઐતિહાસિક ઘટના ગણાવી હતી. રસિલાબેન રમેશભાઈ પારેખની વિશેષ ઉપસ્‍થિતિમાં કવિ વિનોદ જોશીએ રમેશ પારેખની કવિતાઓની વિશેષતા વિશે વાત કરી, જ્‍યારે ભાવક છેલભાઈ વ્‍યાસે મુદ્રાના સંસ્‍મરણો તાજા કર્યા હતા. મુંબઈના સંગીતકાર સુરેશ જોશીએ હરિગીત ગાનથી માહોલને કાવ્‍યમય બનાવ્‍યો. ટ્રસ્‍ટી અને મુદ્રાના સંવાહક પ્રણવ પંડ્‍યાએ સંસ્‍થાના ભાવિ કાર્યોની રૂપરેખા આપી. પ્રથમ બેઠકનું સંચાલન ટ્રસ્‍ટી કવયિત્રી કિંજલ જોષીએ કર્યું હતું.

‘શબ્‍દપર્વ-૧'ની દ્વિતીય બેઠકમાં ગુજરાતના મૂર્ધન્‍ય કવિઓ રાજેન્‍દ્ર શુક્‍લ, વિનોદ જોશી, મનોહર ત્રિવેદી, અરવિંદ ભટ્ટ અને ભાવેશ ભટ્ટે પોતાની ઉત્તમ રચનાઓ રજૂ કરી શ્રોતાઓને કાવ્‍યરસમાં તરબોળ કર્યા હતા. કવિ સંમેલનનું સંચાલન મિલિંદ ગઢવીએ પોતાની આગવી શૈલીથી કરી શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કર્યા હતા.

કાર્યક્રમમાં ફૂલછાબના તંત્રી જ્‍વલંત છાયા, શિક્ષણવિદ ભદ્રાયુ વચ્‍છરાજાની, કટાર લેખક આર.પી.જોશી, રંગકર્મી રાજુ યાજ્ઞિક, કવિ ભાર્ગવ ઠાકર, ડો. ભરત કાનાબાર, ડો. ગજેરા, હરિヘંદ્રભાઈ જોશી સહિતના સાહિત્‍યકારો, રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રણવ પંડ્‍યા, હરેશભાઈ મહેતા, પ્રા. દિવ્‍યકાંત સૂચક, કિંજલ જોષી, હરેશ વડાવીયા, અશોક ખાચર, ગોપાલ ધકાણ અને હર્ષિત સોનીએ જહેમત ઉઠાવી હતી. ટ્રસ્‍ટે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા અમરેલીના સાહિત્‍યપ્રેમીઓનો આભાર માન્‍યો હતો.

(10:53 AM IST)