હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડાયમંડનગર (આમરણ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ અને અખંડ વિષ્ણુ યજ્ઞ યોજાશે.
મોઢેરાના તપોવન આશ્રમના મહામંડલેશ્વર ધ્યાનયોગી અવધકિશોરદાસજી રામાયણી પોતાની આગવી શૈલીમાં સંગીત સાથે કથામૃતનું રસપાન કરાવશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબી : ડાયમંડનગર (આમરણ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ અને અખંડ વિષ્ણુ યજ્ઞ યોજાશે. આ ભાગવત સપ્તાહમાં મોઢેરાના તપોવન આશ્રમના મહામંડલેશ્વર ધ્યાનયોગી અવધકિશોરદાસજી રામાયણી પોતાની આગવી શૈલીમાં સંગીત સાથે કથામૃતનું રસપાન કરાવશે. કથાનો સમય સવારે 9:00 થી 12:00 અને બપોરે 3:00 થી 6:00 કલાક સુધીનો રહેશે.
કથાનો પ્રારંભ તારીખ 10-11-2026 ના રોજ બપોરે 1:00 કલાકે પોથી યાત્રા (ગોકુળ મથુરા - મોરબીથી ડાયમંડનગર) સાથે થશે. કથા દરમિયાન વિવિધ પાવન પ્રસંગો જેવા કે વરાહ પ્રાગટ્ય, કપિલ ચરિત્ર, નૃસિંહ પ્રાગટ્ય, રામ જન્મ, કૃષ્ણ જન્મોત્સવ (13-11-2026), ગોવર્ધન પૂજન અને રુક્મિણી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. તારીખ 16-11-2026 ના રોજ પરિક્ષિત મોક્ષ અને કથા વિરામ થશે.
આ ઉપરાંત તારીખ 09-11-2026 થી 16-11-2026 સુધી અખંડ વિષ્ણુ યજ્ઞ યોજાશે, જેમાં બકુલભાઈ કાનજીભાઈ, દિપભાઈ કિશોરભાઈ, ધીરેનભાઈ પ્રાણજીવનભાઈ અને ચિરાગભાઈ હસમુખભાઈ મુખ્ય યજમાન તરીકે બિરાજશે. તારીખ 17-11-2026 ના રોજ નવચંડી યજ્ઞનું આયોજન નિજ મંદિરમાં કરાયું છે. દ૨૨ોજ રાત્રે 9:00 કલાકે રાજા ભરથરી નાટક, રાસ ગરબા, ભજન ડાયરો, કાન ગોપી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ સાથે દ૨૨ોજ મહાપ્રસાદ યોજાશે.
આ પ્રસંગે દામજી ભગત, અમૃતાનંદજી સરસ્વતી, નારણદાસજી, ધર્મેન્દ્રનંદજી અને સાધ્વી મોહનદાસજી જેવા સંતો આશીર્વચન પાઠવશે. કથાનું લાઈવ પ્રસારણ શિક્ષા ટીવી પર કરવામાં આવશે. કાસુન્દ્રા પરિવારના પ્રમુખ પ્રાણજીવનભાઈ નાગજીભાઈ તથા કમિટી મેમ્બર્સ દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતા અને સાધુ-સંતોને પધારવા આમંત્રણ પાઠવ્યું છે. વધુ વિગત માટે મો.9825214527, મો 9879075762, મો. 9510010046 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
