તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
જેતપુરમાં સૂર્ય મંદિરે દર્શન કરવા જતા દાદા-પૌત્રનું કારની હડફેટે મોત : જુઓ વિડીયો
રબારીકા ચોકડી પાસે i20 કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કરુણાંતિકા સર્જાઈ : આપાભાઈ બચુભાઈ લાલુ ઉં.વ.૫૫ તેના પૌત્ર હરદીપ યુવરાજભાઈ લાલુ ઉં.વ.૧૧નુ બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થતા અરેરાટી

(કેતન ઓઝા દ્વારા)જેતપુર, તા.૨૧ : શહેરના રબારીકા ચોકડી પાસે બાઈક પર જતા દાદા-પૌત્રને પૂર ઝડપે આવતી કારે હડફેટે લેતા ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બંને સૂર્ય મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા.
બનાવની વિગત મુજબ તાલુકાના રબારીકા ગામે રહેતા આપાભાઈ બચુભાઈ લાલુ ઉં.વ.૫૫ તેના પૌત્ર હરદીપ યુવરાજભાઈ લાલુ ઉં.વ.૧૧ને લઈ બાઈક પર જતા હતા. સાડા ત્રણ દિવસના ઉપવાસ ચાલતા હોવાથી આપાભાઈ પૌત્ર સાથે સૂર્ય મંદિરે દર્શન માટે નીકળ્યા હતા.
રબારીકા ચોકડી પાસે પહોંચતા પાછળથી પૂર ઝડપે આવતી i20 કાર નંબર જી.જે.૦૧ આર.એન.૭૦૯૫ના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા આપાભાઈના બાઈકને હડફેટે લેતા કરુણાંતિકા સર્જાઈ હતી. બાઈક પર બેઠેલ પૌત્ર હરદીપ કાર નીચે આવી જતા તેમજ આપાભાઈ ફંગોળાઈ પુલ નીચે પટકાતા બંને દાદા-પૌત્રનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
અકસ્માતના સમાચાર મળતા રબારી સમાજના લોકો સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ ઉદ્યોગનગર પી.આઈ એસ.એન.શર્માને થતા સ્ટાફ સાથે બનાવના સ્થળે પહોંચી મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
