<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

દ્વારકામાં સતત બીજા દિવસે 'દાદાનું બુલ્ડોઝર' ગરજ્યું :ગેરકાયદેસર બાંધકામોનો સફાયો

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રએ દરિયાથી માત્ર 10 મીટર દૂર આવેલા ધાર્મિક દબાણો પર બુલ્ડોઝર ફેરવ્યું હતું.

દ્વારકાના કોસ્ટલ એરિયામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામો હટાવવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે સતત બીજા દિવસે 'દાદાનું બુલ્ડોઝર' ગરજ્યું હતું. 

દ્વારકામાં સતત બીજા દિવસે દરિયાકિનારાના વિસ્તારોમાં ધાર્મિક દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રએ ઓપરેશન ડિમોલિશન હાથ ધરીને ગેરકાયદેસર બાંધકામોનો સફાયો કર્યો હતો.

ગઈકાલે ત્રણ જેટલા ધાર્મિક સ્થળો પર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું હતું. આજે ફરીથી દરિયાથી માત્ર 10 મીટર દૂર આવેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણોને તોડી પાડવામાં આવ્યા છે.

 

સરકારી જમીન પર કરવામાં આવેલા આવા દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. હજુ પણ અનેક સરકારી જમીનો પર બનેલા ધાર્મિક દબાણોને તોડી પાડવાની પ્રક્રિયા આગામી સમયમાં ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

(1:03 PM IST)