<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

પોરબંદરમાં પશુદીઠ બે રૂપિયાના કિલો રાહત દરે ઘાસ વિતરણનો પ્રારંભ

જે પશુપાલકો પાસે ઘાસ કાર્ડ નથી તેઓને કાર્ડ કઢાવી લેવા અર્જુનભાઇ મોઢવાડિયાની અપીલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૮:  પીવાના પાણીની ચોરી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરાશેઃ મંત્રી પોરબંદર.તા.૦૬; વન અને પર્યાવરણ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયા ના અધ્‍યક્ષ સ્‍થાને પત્રકાર પરિષદમાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે, ચાલુ વર્ષે ગુજરાતના ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્‍છના કેટલાક વિસ્‍તારો તેમજ અન્‍ય જિલ્લાઓમાં વરસાદ થયો નથી અથવા નહિવત વરસાદ થયો છે. જેના પરિણામે ખેડૂતો અને પશુપાલકો મુશ્‍કેલીમાં મુકાયા છે.

મંત્રીશ્રી  અર્જુનભાઇ એ પોરબંદર જિલ્લાની સ્‍થિતિ અંગે જણાવ્‍યું હતું કે, પોરબંદર શહેરમાં ઘાસ ડેપો શરૂ કરી દેવામાં આવ્‍યો છે, જ્‍યાં પશુદીઠ વધુમાં વધુ પાંચ પશુ માટે ૨ રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ઘાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઘાસકાર્ડ મેળવી ચૂકેલા પશુપાલકોને આગામી દિવસોમાં દર ૧૦ દિવસે ઘાસ આપવામાં આવશે. જેમણે હજુ સુધી ઘાસકાર્ડ કઢાવ્‍યું નથી, તેઓ વહેલી તકે કાર્ડ કઢાવી લે તેવી અપીલ પણ તેમણે કરી હતી. આગામી દિવસોમાં જિલ્લામાં વધુ સ્‍થળોએ ઘાસ ડેપો શરૂ કરીને ખેડૂતો અને પશુપાલકોને પૂરતું ઘાસ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. સાથે જ ખેતમજૂરી પર નિર્ભર પરિવારોને રોજગારીની તકલીફ ન પડે તે માટે જી રામજી યોજના હેઠળ રોજગારી ઉપલબ્‍ધ કરાવવાનું આયોજન કરવામાં આવશે.

પીવાના પાણી અંગે મંત્રીશ્રી અર્જુનભાઇ એ જણાવ્‍યું હતું કે, પોરબંદર શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભવિષ્‍યમાં પાણીની સમસ્‍યા ન સર્જાય તે માટે જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠક યોજી આગોતરું આયોજન કરવામાં આવ્‍યું છે. હાલમાં ફોદાળા અને ખંભાળા ડેમમાં પાણી ઉપલબ્‍ધ છે. જો ભવિષ્‍યમાં પાણીનો જથ્‍થો ઘટે તો ડેમ સાઇટ પર કૂવાઓ ખોદવા ઉપરાંત નર્મદા યોજનાની પાઇપલાઇન મારફતે પાણીનો પુરવઠો વધારી પીવાનું પાણી ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. ચોમાસાની સીઝન પૂર્ણ થઈ નથી તેમ છતાં રાજ્‍ય સરકારે કોઈ વિકટ પરિસ્‍થિતિ ભી ન થાય તે માટે અગાઉથી જરૂરી તૈયારીઓ કરી લીધી છે. 

(1:40 PM IST)