<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ચોટીલાના પીપળીયા (ઘા) ગામે રાઠોડબાપુ ધાધલ પરિવાર દ્વારા ભવ્‍ય શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

તા.૩૦ ને સોમવારથી શાષાી સતીશભાઈ વ્‍યાસ કથાનું રસપાન કરાવશેઃ સંતો-મહંતોનું સાનિધ્‍ય અને વિવિધ ધાર્મિક પ્રસંગો બનશે આકર્ષણનું કેન્‍દ્રઃ કથાશ્રવણ સાથે સંતોના આશીર્વાદ અને મહાપ્રસાદનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૬: ચોટીલા પંથકના પીપળીયા (ધાધલ) ગામે રાઠોડબાપુ ઘાધલ પરિવાર દ્વારા ધાર્મિક શ્રદ્ધા અને ભક્‍તિભાવના માહોલમાં આગામી તા. ૩૦ નવેમ્‍બરથી ૬ ડિસેમ્‍બર દરમિયાન ભવ્‍ય શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પાવન પ્રસંગે વ્‍યાસપીઠ પરથી મોટી સાણથલીના સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્‍ય શાષાી સતીશભાઈ વ્‍યાસ પોતાની અમળતવાણી અને સંગીતમય શૈલીમાં શ્રીમદ્‌ ભાગવત કથાનું રસપાન કરાવશે. સાત દિવસીય આ ધાર્મિક મહોત્‍સવમાં ધર્મ, ભક્‍તિ અને સંસ્‍કળતિનો ત્રિવેણી સંગમ સર્જાશે.

    ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ સવારે ૮:૩૦થી બપોરે ૧૨:૦૦ કલાક સુધી તથા બપોરે ૩:૦૦થી સાંજે ૬:૦૦ કલાક સુધી કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા. ૩૦ નવેમ્‍બરના રોજ સવારે ૯:૦૦ કલાકે પોથીયાત્રા, ભાગવતજીનું મહાપૂજન અને સ્‍થાપના સાથે ભાગવતજીનું મહાતમ, રચના, ભિષ્‍મ સ્‍તુતી, કપિલ પ્રાગટય, દિપ પ્રાગટય જેવા પ્રસંગો સાથે કથાનો મંગલ પ્રારંભ થશે. તા. ૧ ડિસેમ્‍બરે સતી અનસૂયા ચરિત્ર, તા. ૨ ડિસેમ્‍બરે પ્રહલાદ ચરિત્ર અને નળસિંહ પ્રાગટય , જ્‍યારે તા. ૩ ડિસેમ્‍બરે વામન પ્રાગટય, રામ પ્રાગટય, શ્રીકળષ્‍ણ પ્રાગટય તથા નંદ મહોત્‍સવની ભક્‍તિમય ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત તા. ૪ ડિસેમ્‍બરે ગિરિરાજ પૂજા અને ગોવર્ધન પૂજા, તા. ૫ ડિસેમ્‍બરે શ્રીકળષ્‍ણપ્રરુક્‍મિણી વિવાહનો ભવ્‍ય ધાર્મિક પ્રસંગ યોજાશે. જ્‍યારે તા. ૬ ડિસેમ્‍બરના રોજ પરીક્ષિત મોક્ષ અને દશાંશ યજ્ઞ સાથે સપ્તાહનું સમાપન કરવામાં આવશે.

    આ ધાર્મિક મહોત્‍સવમાં વિવિધ ધાર્મિક સંપ્રદાયોના પૂજનીય સંતોપ્રમહંતો અને મહાત્‍માઓનું પાવન સાનિધ્‍ય પ્રાપ્ત થશે. જેમાં થાનગઢના વાસુકી મંદિરના મહંત ભરતગીરી બાપુ, ગરણીના શક્‍તિધામનાં આઈ વાલબાઈમાં, ધજાળા લોમેવધામ ના મહંત ભરતબાપુ, જાનીવડલા મહંત ગોપાલગીરી બાપુ, ચોટીલા ચામુંડા માતાજી મંદિર પરિવારના મહંત ઈશ્વરગીરી બાપુ, બોટાદના ભજનાનંદ આશ્રમના ગુરુ પ.પૂ. સ્‍વામી આત્‍માનંદ સરસ્‍વતી, સોનગઢ જગ્‍યાના મહંત કિશોર બાપુ, કાળાસર હિંગળાજધામના મહંત રજનીગીરી, જોગેશ્વર આશ્રમના મહંત શૈલેન્‍દ્રગીરી બાપુ, મોલડીના બાવન વિર હનુમાન જગ્‍યાના મહંત દયાનંદબાપુ સહિતના સંતોપ્રમહંતો તેમજ પીપળીયા ભુવાજી અનકભાઇ ધાધલ અને સમઢિયાળાના ભુવાજી મહાવિરભાઇ ધાધલ ની ઉપસ્‍થિતિ કાર્યક્રમની શોભામાં અભિવળદ્ધિ કરશે. સંતોના આશીર્વચન અને સાનિધ્‍યનો લાભ મેળવવાનો અવસર પણ ભાવિકોને પ્રાપ્ત થશે.     સપ્તાહ દરમિયાન દરરોજ બપોરે ૧૨:૦૦ કલાકે અને સાંજે ૬:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. રાઠોડકાપુ ઘાધલ પરિવાર દ્વારા આ પાવન ધાર્મિક અવસરે પંથકના ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો અને ભાવિક ભક્‍તોને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ભાગવત કથાનું શ્રવણ કરવા, સંતોના આશીર્વાદ મેળવવા અને ધર્મલાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

 સમગ્ર ભાગવત સપ્તાહ આયોજન દરમ્‍યાન મહા પ્રસાદ, સંતો મહંતોની ધર્મસભા તેમજ અતિથિઓના આગમન સહિતની વ્‍યવસ્‍થા માટે પીપળીયા (ધા) ના યુવા સભ્‍યો ની ટીમ દ્વારા સતત જહેમત સાથે સેવાટીમો કાર્યરત થયેલ છે.

(11:57 AM IST)