તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
કચ્છમાં મોબાઇલ ચાર્જિંગ દરમિયાન આગ લાગતાં યુવાન શિક્ષક રાહુલ વાઘેલાનું કરુણ મોત
હજી એક વર્ષ પહેલાં જ નોકરી મળી હતી,દસ મહિના પહેલાં જ લગ્ન થયા હતા, યુવાન શિક્ષકના કરૂણ મોતથી શોકનું મોજુ

(વિનોદ ગાલા દ્વારાભુજ તા.૨૨ : કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ધાંગાવાંઢ ગામે મોબાઇલ ફોન ચાર્જ કરતી વખતે આગ લાગવાની દુઃખદ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવા શિક્ષક રાહુલ શરદભાઈ વાઘેલાનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આગમાં શરીરનો મોટો ભાગ દાઝી જતાં તેમને પ્રથમ સારવાર માટે બરંદા ગામ પાસે આવેલ સાંઘી કંપનીની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે, તેમની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે ભુજની કે.કે. પટેલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. અહીં બે દિવસની સારવાર દરમિયાન તેમનું અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતક રાહુલ શરદભાઈ વાઘેલા મૂળ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામના વતની હતા. જુલાઈ ૨૦૨૫ માં કચ્છમાં બરંદા ગામે સરકારી હાઈસ્કૂલમાં નિમણૂક મળ્યા બાદ તેમણે ત્યાં આશરે આઠથી દસ દિવસ ફરજ બજાવી હતી. ત્યારબાદ તેમની નજીકના પીપર ગામ ખાતેની સરકારી હાઈસ્કૂલમાં ફરજ માટે ની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેઓ નજીકમાં આવેલ ધાંગાવાંઢ ખાતે રહેતા હતા.
મૃતક યુવાન શિક્ષક રાહુલ વાઘેલાનાં લગ્નને હજી દસ મહિના જ થયા હતા ત્યાં જ આ દુઃખદ ઘટનાએ પરિવારની ખુશીઓ છીનવી લીધી. યુવાન વયે તેમનું અકાળે અવસાન થતાં પત્ની, માતા-પિતા અને અન્ય પરિવારજનો, શિક્ષક સમાજ અને ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. લગ્નજીવનની શરૂઆતમાં જ હસતા-રમતા આ પરિવારને ઘેરી વળેલી આ દુઃખદ પરિસ્થિતિએ સૌને હચમચાવી દીધા છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
