<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

તંત્રની ઘોર બેદરકારી : મોરબીના નાની કેનાલ રોડ ઉપર તંત્રએ ખોદેલા ખાડામાં કાર ફસાઈ

છેલ્લા એક અઠવાડિયાથી મસમોટો જીવલેણ ખાડો એમને એમ રાખી દેવામાં આવતા અત્યાર સુધીમાં 3 થી 4 વાહનો ફસાયા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના નાની કેનાલ રોડ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં સંદેશ પાર્ક ગેટ નંબર 2 પાસે પાણીના નિકાલની લાઇન માટે ખોદવામાં આવેલો ખાડો યોગ્ય રીતે બૂરવામાં ન આવતા વધુ એક કાર ફસાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નાની કેનાલ રોડ પર સંદેશ પાર્ક ગેટ નંબર 2 નજીક ગટર અને વરસાદી પાણીની લાઈન માટે કુંડી બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી બાદ ખાડો ન પૂરાતા આજે એક કાર ચાલક પોતાની કાર ટર્ન કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ કાર આ ખાડામાં ખાબકી ફસાઈ ગઈ હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ખાડો છેલ્લા 1 અઠવાડિયાથી આ જ પરિસ્થિતિમાં છે. તંત્ર દ્વારા આ મસમોટો જીવલેણ ખાડો એમનેમ રાખી દેવામાં આવતા અત્યાર સુધીમાં 3 થી 4 જેટલી ગાડીઓ આ ખાડામાં ફસાઈ ચૂકી છે. વહેલી તકે આ ખાડો યોગ્ય રીતે પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે

(1:15 AM IST)