તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
ઉપલેટામાં શહેરમાં તંત્રની ઘોર બેદરકારીઃ જાહેર માર્ગ પર વિદ્યાર્થી ખુલ્લી કુંડીમાં ખાબકયોઃ માંડ જીવ બચ્યો
નગરસેવક ચંદ્રપાલસિંહ જાડેજાની અગાઉથી રજૂઆત છતાં તંત્ર નિંદ્રાધીન, નગરસેવકે જાતે ઢાંકણા ફીટ કરાવ્યાઃ કુંડી રિપેરિંગના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૮: શહેરમાં તંત્રની અત્યંત ગંભીર અને અમાનવીય બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં આવેલી હોલી ક્રોસ શાળામાં અભ્યાસ કરતો એક નાનો વિદ્યાર્થી શાળા છૂટયા બાદ અચાનક રસ્તા પરની ખુલ્લી કુંડીમાં ખાબકી ગયો હતો. સદનસીબે આસપાસ હાજર લોકોએ તાત્કાલિક દોડી જઈને બાળકને બહાર કાઢતા તેનો જીવ બચી ગયો હતો. જોકે, આ ઘટનામાં બાળકને ઈજાઓ પહોંચી હતી અને તે અત્યંત ગભરાઈ ગયો હતો.
આ ખુલ્લી કુંડીઓ અંગે સ્થાનિક નગરસેવક ચંદ્રપાલસિંહ જાડેજાએ તંત્રને લોકેશન સાથે અગાઉથી જ લેખિત ફરિયાદ કરી હતી, તેમ છતા તંત્ર દ્વારા કોઈ જ પગલાં કે તપાસ કરવામાં આવી ન હતી. ઘટના બાદ તંત્રની નિષ્ક્રિયતા જોઈને નગરસેવક જાડેજાએ જાતે જ શાળાની આસપાસની ખુલ્લી કુંડીઓ પર ઢાંકણા ફીટ કરવાની કામગીરી કરી હતી આ જીવલેણ ઘટનાથી વાલીઓ માં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તંત્ર પર માત્ર ટકાવારી અને ભ્રષ્ટાચારમાં જ રસ દાખવવાનો વિપક્ષના સભ્યો દ્વારા ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. અગાઉ પણ ઉપલેટામાં ખાડામાં બાળક પડવાની, વોર્ડ નંબર ૮માં ખુલ્લી કુંડીમાં ગાય માતા પડવાની અને એક વાન ખાબકવાની ઘટનાઓ બની ચૂકી છે. તંત્ર દ્વારા વાર્ષિક કોન્ટ્રાક્ટમાં ૪૦ થી ૬૦ લાખ રૂપિયા કુંડીઓના રિપેરિંગ માટે ફાળવવામાં આવ્યા હોવા છતાં, હલકી ગુણવત્તાના કામને કારણે કુંડીઓ તૂટીને ભૂકો થઈ ગઈ છે અને કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર પાપડા મૂકીને ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે.
ભૂગર્ભ ગટર અને શ્નનલ સે જલઙ્ખ યોજનાના ખાડાઓ તથા ખુલ્લી કુંડીઓએ લોકોને મોતના મુખમાં ધકેલ્યા છે. આ બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે જાગળત નાગરિકોમાં હવે સ્વૈચ્છિક રીતે કોન્ટ્રાક્ટરોનો ઘેરાવ કરવાની માંગ ઉઠી છે.(તસવીરઃ ભોલુ રાઠોડ- ઉપલેટા)
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
