તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
પોરબંદર મનપાની ગંભીર બેદરકારી: જન્માષ્ટમી મેળાના નામે અન્ય જિલ્લાનો ડ્રોન વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરાતા વિવાદ
સોશિયલ મીડિયા પર વાહવાહી લૂંટવા અને લાઇક્સ મેળવવાની ઘેલછામાં તંત્ર દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરવાનો ગંભીર આક્ષેપ, વહીવટી સૂઝબૂઝ પર ઉઠ્યા સવાલો

પોરબંદર :પોરબંદર મહાનગરપાલિકા (PMC Porbandar) ની સત્તાવાર સોશિયલ મીડિયા ટીમ દ્વારા તાજેતરમાં જન્માષ્ટમી મેળાના નામે અન્ય કોઈ જિલ્લાનો ડ્રોન વીડિયો અધિકૃત ઇન્સ્ટાગ્રામ અને એક્સ (X) હેન્ડલ પર અપલોડ કરવામાં આવતા નગરજનો અને સોશિયલ મીડિયા યુઝર્સ વચ્ચે ભારે વિવાદ અને આક્રોશ ફેલાઈ ગયો છે.
મેળાની ભવ્યતા દર્શાવીને પોતાની વાહવાહી મેળવવાના હેતુથી સત્તાવાર પ્લેટફોર્મ પર ખોટા દ્રશ્યો રજૂ કરવાના આ ગંભીર કૃત્યને કારણે તંત્રની કામગીરી પર લાંછન લાગ્યું છે, કારણ કે પ્રાથમિક તપાસમાં જ સ્પષ્ટ થઈ ગયું છે કે શેર કરાયેલો વીડિયો પોરબંદરના મેળાનો ન હોઈ અન્યત્ર જ ક્યાંકનો હતો, છતાં તેને સ્થાનિક મેળા તરીકે દર્શાવીને નાગરિકોને ભ્રમણામાં મૂકવામાં આવ્યા હતા.
સરકારી તંત્ર અને જવાબદાર પદાધિકારીઓ જ્યારે માત્ર 'લાઈક્સ' અને 'વ્યુઝ' પાછળ પાગલ બનીને આ પ્રકારે ફેક કન્ટેન્ટ કે અન્ય જગ્યાના વીડિયો ચોંટાડવા બેસે ત્યારે સામાન્ય પ્રજાએ સાચા અને આધારભૂત અહેવાલો માટે કોના પર ભરોસો કરવો તે મોટો પ્રશ્ન બની જાય છે, અને આ પ્રકારની બેજવાબદારી વહીવટી તંત્રની કાર્યક્ષમતા તેમજ ગરિમાને ગંભીર નુકસાન પહોંચાડે છે.
આ સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ સ્થાનિક સ્તરે ભારે ચર્ચાઓ શરૂ થઈ છે અને આ ભૂલ કરનાર સોશિયલ મીડિયા સંચાલકો સામે કોઈ શિસ્તભંગના પગલાં લેવાશે કે કેમ તે અંગે પ્રશાસન દ્વારા આગામી સમયમાં સ્પષ્ટતા કરવામાં આવશે તેવી અપેક્ષા છે, જેથી ભવિષ્યમાં સરકારી માધ્યમો દ્વારા આ પ્રકારની ગંભીર ભ્રામક માહિતી ફેલાતી અટકી શકે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
