News of Tuesday, 3rd November 2026
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સવા લાખ ગુણીની આવક

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૩: ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવક શરૂ થતાં ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મગફળી વેચવા માટે સૌરાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા.મગફળીની આવક દરમિયાન આશરે ૪ કિલોમીટર લાંબી લાઈનોમાં ૧૨૦૦થી વધુ વાહનો દ્વારા ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે યાર્ડ ખાતે પહોંચ્યા હતા. મગફળીની સવા લાખ ગુણી જેટલી આવક નોંધાઈ હતી.આ અંગે યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો મગફળી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા. યાર્ડમાં યોજાયેલી હરરાજીમાં ખેડૂતોને ૨૦ કિલોગ્રામ મગફળીના રૂ. ૧૨૦૦થી લઈને રૂ. ૧૮૦૦ સુધીના સારા ભાવ મળ્યા હતા.ખેડૂતોની મોટી સંખ્યામાં આવકને ધ્યાનમાં રાખીને હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી- ગોંડલ)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
