તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
મોરબી વોર્ડ નં 11 ના ઉમેદવારોના સમર્થનમાં બોન્ની પાર્ક ખાતે ગ્રુપ મિટિંગમાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.
એકમત થઈ ચારેય ઉમેદવારોની પેનલને જીતાડવા નિર્ધાર.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી ખાતે કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં 11 ના ભાજપની પેનલના ઉમેદવારો ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા, રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનવડા, શ્રી મતિ નિરૂપાબેન (શિલ્પા) નિલેશભાઈ કાલરીયા તેમજ શ્રી મતિ ભારતીબેન ચુનીલાલ પરમારના ચુંટણી પ્રચાર માટે રવાપરના શ્રી ઉમિયા નવરાત્રી મેદાન, બોન્ની પાર્ક સોસાયટી ખાતે એક ગ્રુપ મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા સહીત ભાજપ અગ્રણીઓ તેમજ બોન્ની પાર્ક સોસાયટી ની આજુબાજુની તમામ સોસાયટીના રહીશો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ તકે રવાપર વિસ્તાર જેમાં આવે છે તે ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યુ હતુ કે, આજે રવાપર વિસ્તારમાં છેલ્લા વર્ષો માં ઘણી જુની સમસ્યાઓ મહદ અંશે ઉકેલવા સાથે ઘણા વિકાસના કામો થઈ રહ્યા છે. માત્ર અમે કામ કરીએ છીએ એવુ નથી આપ બધાનો પ્રેમ મળ્યો છે આપ બધાની તાકાતથી કામ કરી શકીએ છીએ.
હજુ રોડ રસ્તાના કામો રવાપર તળાવનું બ્યુટીફીકેસન કરવાનું આયોજન છે તેમજ અહીં ટ્રાફિકની સમસ્યા ઉકેલવી પણ ખુબ જરૂરી છે. આપ ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો વડીલોને બસ એક વિનંતી કરવી છે. આ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ ની આ ચારે ઉમેદવારોની પેનલને ચૂંટી કાઢો એટલે અમે પાંચે પાંડવો બની બાકીના કામો કરવા કામે લાગી જઈએ.
સામેવાળાએ ક્યાંય એક બમ્બુળી નાખી હોય તો બતાવે, અમે આ વિસ્તારમાં પાણીની લાઈનો બીછાવી છે. નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં વિશ્વ પણ જુએ તેવુ પરિણામ આવવાનુ છે, અત્યારે પણ બિનહરીફ ઉમેદવારોના આંકડાએ ભૂતકાળના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. આપને મોદીસાહેબ ના 2047 ના રોડ મેપને જોઈ આગળ વધવાનુ છે. આપે તા 26 ના મતદાનના દિવસે કમળનુ બટન દબાવી પ્રધાનમંત્રી મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈને ટેકો કરવાનો છે. અને 35 વર્ષથી કમળને આપના આશીર્વાદ મળ્યા છે અને હજુ પણ મળશે તેવો વિશ્વાસ છે. અને અહીંના બાકી રહેલા કામોની શરૂઆત અમે પાંચ પાંડવો કરીશુ. અંતમાં ભાજપની પાણીદાર પેનલને રવાપરની સીટ પરથી જંગી બહુમતીથી ચૂંટી કાઢવા વિનંતી કરી હતી.
વોર્ડ નં 11 ના યુવાઉદ્યોગપતિ રવિન્દ્રભાઈ સનાવડાએ પોતાના ઉદબોધનમાં એક સમયે રવાપરની હાલતની વાત કરતા જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં રવાપરમાં પાણીની સમસ્યા વિકટ હતી. પાણી માટે બોર બનાવાતા, બોરના પાણીથી ચાંબડીના રોગ થતા. પણ અહીં બેઠેલ ટીમે કમર કસી પાણીની લાઈનો નાખી હવે એ સમસ્યા નહિવત છે અને આવતા સમયમાં એ સમસ્યા માંથી છુટકારો મળે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. અને આપના આ ધારાસભ્ય દુર્લભજીભાઈના પ્રયત્નોથી પાણી માટે સરકારે ru 32 કરોડ ફાળવ્યા છે. હાલમાં અંડરગ્રાઉન્ડ પાણી વીજળીના કામ ચાલુ છે. ભૂતકાળમાં આ જાતના કામો કર્યા છે અને ભવિષ્યમાં પણ વિકાસના કામો કરવા કટ્ટિબધ્ધ છીએ અંતે તો અમો મોદીના વારસદારો છઈએ.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
