<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

ગુજરાત કોર્પોરેટ બેડમિન્ટન રણ 2026 સ્પર્ધા યોજાઈ : પુરૂષોમાં ઓફિસર્સ ક્લબ-1 અને મહિલાઓમાં ગુજરાત સચિવાલય ગાંધીનગર ચેમ્પિયન

ભુજમાં ઓફિસર્સ ક્લબ ખાતે ફોકિઆ અને અદાણી ના સહયોગથી બે દિવસીય ટુર્નામેન્ટ સંપન્ન : રાજ્યભરની 15 પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સંસ્થાઓની કુલ 33 ટીમોમાં 24 પુરૂષ અને 9 મહિલા ટીમોના લગભગ 190 ખેલાડીઓએ ભાગ લીધો'તો

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ : કચ્છ ઓફિસર્સ ક્લબના યજમાનપદે અને ફોકિઆ (FOKIA) ના સહયોગથી ભુજ ખાતે યોજાયેલ બે દિવસીય ગુજરાત કોર્પોરેટ બેડમિન્ટન રણ 2026 ટુર્નામેન્ટનું શાનદાર આયોજન થયું હતું. આ ટુર્નામેન્ટમાં રાજ્યભરની 15 પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સંસ્થાઓની કુલ 33 ટીમોએ ભાગ લીધો હતો.ખેલાડીઓએ જેમાં 24 પુરૂષ અને 9 મહિલા ટીમોના લગભગ 190 ખેલાડીઓએ લીધો હતો.

 ફોકિઆ ના સીનિયર એક્સિક્યુટિવ શિવાની ભગતે જણાવ્યું  હતું કે કચ્છ અને ગુજરાત ના કોર્પોરેટ વર્કફોર્સ માં રમત-ગમત દ્વારા ફિટનેસ જાળવવા પ્રત્યે જાગૃતિ આવે તથા જીતવાની ભાવના ને પ્રોત્સાહન મળે અને એક્સિક્યુટિવસ વચ્ચે સ્પોર્ટ્સ દ્વારા નેટવર્કિંગ અને ખેલ ભાવના મજબૂત થાય એવા હેતુ થી ફોકિઆ દ્વારા આ ટુર્નામેંટ ની સાતમી એડિશન ને સહયોગ આપવા માં આવ્યો હતો.

 પુરૂષ વિભાગમાં ઓફિસર્સ ક્લબ-1 વિજેતા રહી હતી. જયારે રનર્સ અપ GUVNL વડોદરા રહી હતી. મહિલા વિભાગમાં ગુજરાત સચિવાલય ગાંધીનગર વિજેતા અને રનર્સ અપ GSECL બરોડા ટીમ થઇ હતી.

 આ ટુર્નામેન્ટ અદાણી ગ્રુપ દ્વારા પાવર્ડ, જ્યારે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા અને વેલસ્પન ગ્રુપ દ્વારા દ્વારા કો-પાવર્ડ હતી. એસોસિએટ સ્પોન્સર તરીકે આશાપુરા ગ્રુપ અને એગ્રોસેલ જોડાયા હતા. આ સ્પર્ધા બે સ્થળે, ઓફિસર્સ ક્લબ, જુના ઉમેદ નગર, ભુજ અને સર્વોદય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માધાપર ખાતે યોજાઈ હતી. આ ટુર્નામેંટ માં ONGC(અમદાવાદ અને અંકલેશ્વર) , KRIBHCO(સુરત), GNFC (ભરૂચ), સન ફાર્મા(બરોડા), ગુજરાત સચિવાલય(ગાંધીનગર), GUVNL(બરોડા), GETCO(બરોડા), GSECL(બરોડા), PGVCL(ભુજ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ), અદાણી(મુંદ્રા), દીનદયાલ પોર્ટ ઓથોરિટી(કંડલા), DP વર્લ્ડ(મુંદ્રા), એગ્રોસેલ(ભુજ), આશાપુરા ગ્રુપ(ભુજ), વેલસ્પન(અંજાર) અને DGVCL(સુરત) જેવી દિગ્ગજ ટીમો વચ્ચે રોમાંચક જંગ ખેલાયો હતો.

 ઉદ્ઘાટન સમારોહમાં ફેમિલી કોર્ટ ભુજના પ્રિન્સિપાલ જજ શ્રી જે.એ. ઠક્કર, અદાણીના એસોસિએટ જનરલ મેનેજર શ્રી જૈનિલ પુરોહિત, આશાપુરા પર્ફોકલેના એચઆર હેડ શ્રી ડી.એસ. ત્રિપાઠી, ડીપીએના ટ્રાફિક ઇન્સ્પેક્ટર શ્રી રાજેશ સિંહ, કચ્છ ક્રોપ સર્વિસીસ પ્રા. લી. ના પરિણીતા ગોહિલ, એકોર્ડ હોસ્પીટલના ડાયરેક્ટર ડૉ. જ્ઞાનેશ્વર રાવ, DP વર્લ્ડના સિનિયર મેનેજર એચઆર શ્રી શિવભદ્રસિંહ જાડેજા, વેલસ્પનના AGM શ્રી મેહુલ મીઠાવાલા, ઓફિસર્સ  ક્લબ ના શ્રી ભરત હાથી, શ્રી બી.ડી. પ્રજાપતિ, ડૉ. દીપક સુથાર, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમાપન સમારોહમાં ઓફિસર્સ ક્લબના શ્રી અરુણ જૈન, ડો. નવુભા સોઢા, ONGC ના શ્રી આર.કે. મિશ્રા અને GUVNL ના શ્રી ઉજિત શુક્લા સહિતનાઓએ વિજેતાઓને ટ્રોફી એનાયત કરી હતી. સમાપન સમારોહમાં ઓએનજીસીના ખેલાડી શ્રી પ્રદીપ પોલ આ વર્ષે નિવૃત્ત થતા હોવાથી, મંચસ્થ મહેમાનો દ્વારા તેમનું બહુમાન કરવામાં આવેલું હતું

 આ ટુર્નામેંટ ગુજરાત બેડમિંટન અસોશિએશન અને કચ્છ ડિસ્ટ્રિક્ટ બેડમિંટન અસોશિએશન ના નેજા હેઠાડ યોજાઇ હતી. ટુર્નામેંટ માં રેફરી તરીકે શ્રી તેહમસ સુરતીએ સેવાઓ આપી હતી.

 આ ટુર્નામેંટ ના આયોજન માં કચ્છના રમતગમતના વડા શ્રીમતિ જ્યોતિબેન ઠાકુરે સહયોગ આપ્યો હતો. વધુ માં, ઓફિસર્સ ક્લબ ના શ્રી મહિપાલસિંહ ઝાલા, શ્રી ઈરફાન સુમરા, શ્રી નિશાંત પોમલ, શ્રી સતીશ દાવડા, શ્રી મેહુલ પટેલ, શ્રી અજીત યાદવ, શ્રી વિનય દવે, શ્રી ચેતનભાઇ નો પણ આ કાર્યક્રમનું સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો. ઉદ્ઘાટન સમારોહ અને સમાપન સમારોહ ડોક્ટર શ્રુતિ ગળા એ સંભાળ્યું હતું. ફોકિઆ વતી શ્રી ઓમ સોની અને શ્રી ભરત બારોટે સહયોગ આપ્યો હતો.

(9:45 AM IST)