તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
ગુજરાત સરકારે જામનગર સહિતના ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યાઃ વાવડી ગામે ખેડૂતોએ ‘લોલીપોપ' આપી અનોખો વિરોધ નોંધાવ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૭: ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ રાહત સહાય સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકના છેવાડાના વાવડી ગામે ખેડૂતોએ હાથમાં લોલીપોપ રાખીને સરકારની માત્ર બે એક્ટર દીઠ ૧૭૦૦૦ રૂપિયાની જાહેર કરવામાં આવેલ સહાય સામે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો છે.
વાવડી ગામના ખેડૂતોએ હાથમાં લોલીપોપ પકડીને ‘‘કળષિ મંત્રી હાય હાય'' અને ‘‘ખેડૂતોની મશ્કરી બંધ કરો'' જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે, સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે જે સહાયની રકમ જાહેર કરી છે તે અત્યંત ઓછી છે, જે ખેડૂતોની મશ્કરી સમાન છે. આ સહાયને ખેડૂતોએ ‘‘લોલીપોપ'' સાથે સરખાવી છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ માંગ કરી છે ,કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ધિરાણ માફ કરવામાં આવે તેમજ દુષ્કાળ સહાયની રકમમાં વધારો કરવા માટે ફેરવિચારણા કરવામાં આવે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને સાચી રાહત મળી શકે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
