<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

ગુજરાત મોરી મોરી પણ હવે ગોરી ગોરી...

ગુજરાત સ્‍થાપના દિવસ નિમિત્તે ગુજરાતની વિકાસયાત્રાનું સ્‍મરણઃ મહાગુજરાત આંદોલનથી માંડી વૈશ્વિક ઓળખ સુધીની સફર; નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં ગુજરાત બન્‍યું રાષ્‍ટ્રનું ગ્રોથ એન્‍જિન

ગુજરાત રાજ્‍યની સ્‍થાપના ૧ મે ૧૯૬૦ના રોજ થઈ. એ મહાનુભાવો કે જેમણે મહાગુજરાત ચળવળ ચલાવી અને મુંબઈ રાજ્‍યમાંથી ગુજરાતને પોતાની એક અલગ ઓળખ આપી એવા ઈન્‍દુલાલ યાજ્ઞિકથી શરૂ કરીને આપણાં ડો. જીવરાજ મહેતા જેવા મહાનુભાવોને યાદ કરવા જોઈએ કે જેમણે ગુજરાત અને ગુજરાતીઓ માટે પોતાનો જીવ રડ્‍યો અને ગુજરાતને સમગ્ર દુનિયામાં ભાષા, સંસ્‍કળતિ અને સાહસથી નામ આપ્‍યું.

૬ કરોડથી પણ વધુ વસ્‍તી ધરાવતા રાજ્‍યમાં હવે ચમચમાટ કરતા દ્રુત ગતિમાર્ગ આકાર લઈ રહ્યાં છે. સમય અને શક્‍તિઓ કામ લાગે ત્‍યારે એક અવ્‍વલ ગુજરાતી એવા નરેન્‍દ્ર મોદી ફરી ગુજરાતને મળે છે કે જે સમગ્ર દેશને નેતળત્‍વ આપે છે. એટલું જ નહીં ગુજરાત જે રીતે રાષ્‍ટ્રીય કક્ષાએ નેતળત્‍વ વિહીન હતું તેને પ્રાણ પૂરવાનું કામ આ શખ્‍સિયત કરે છે. જેથી વીજળી, ઉદ્યોગો, રેલવે, શિક્ષણ, આરોગ્‍ય, માળખાગત સગવડતાઓ, વિમાન પ્રાધિકરણ વગેરે જેવી સુવિધાઓને પોતાના ઘર તરફ નાળિયેર ફેંકવાની સેવા તેમના દ્વારા થતી રહે છે. તેનાથી ગુજરાત પોતાની ઊંચાઈઓ કરતા પણ મોટું કદ પ્રાપ્ત કરે છે.

છેલ્લા દસ વર્ષમાં ગુજરાત ઉદ્યોગોના આમંત્રણ માટે નોંધપાત્ર કામગીરી કરી છે. આંકડાઓની ઝંઝાળમાં નથી જવું પણ વ્‍યક્‍તિ દીઠ આવકમાં ગુજરાત અન્‍ય રાજ્‍યો કરતા પણ મોખરાના રાજ્‍ય તરીકે સિંહાસન પર બિરાજી રહ્યું છે તેનો આનંદ છે. નર્મદા જેવી આપણી જીવાદોરી કચ્‍છને હરિયાળું કરવા માટે તેના ચરણ પખાળી રહી છે. સૌરાષ્‍ટ્ર જ્‍યાં પાણી માટે ટ્રેન ચલાવવી પડતી હતી ત્‍યાં આજે તળાવો પાણીના હેલ્લારાથી ઘુઘવટા કરી રહ્યાં છે. વીજળી અને ઉદ્યોગોના ક્ષેત્રમાં પણ આપણે ગૌરવ કરીને કોલર ઊંચો કરી શકીએ છીએ.

અમેરિકા, યુરોપ અને બીજા વિકસિત દેશોમાં ગુજરાતી પહોંચ્‍યો છે અને ત્‍યાં પણ હૂંડિયામણ પોતાના દેશ, પોતાના રાજ્‍ય, ગામ અને વિસ્‍તાર માટે ખેંચી રહ્યો છે. તેનાથી એ વિસ્‍તારની સમળદ્ધિ ૧૬ કરતાં પણ એક વધુ કળાએ ખીલી રહી છે. ગુજરાત મુંબઈથી જે રીતે જુદું પડ્‍યું અને મોરારજી દેસાઈ સહિત બધાં જ લોકોએ તેને એક અવાજે સંમતિ આપી દીધી તેથી ગુજરાતની એક ભાગીદારી ઓછી થઈ અને પોતાની સ્‍વતંત્ર પહેચાન બનાવી શકાઈ. કદાચ આ વિકાસની વ્‍યવહારની વાત જો ગુજરાત સ્‍વતંત્ર ન હોત તો કદાચ સંભવ છે કે કેમ તેના પર સવાલ ઊભો થાય.

એક ગુજરાતી તરીકે આપણે સૌ ગુજરાત સ્‍થાપના દિનની પૂર્વ શ્રદ્ધાએ ૬૬માં વર્ષે માન સમાન માતળભૂમિને ણામ અને વંદન કરીએ છીએ. ફરી તેમના અલગ અને અવ્‍વલ એવા મિજાજના દર્શન કરવા આતુર છીએ. જય જય ગરવી ગુજરાત. 

(તખુભાઈ સાંડસુર-વેળાવદર-મો.૯૪૨૭૫ ૬૦૩૬૬)

(1:50 PM IST)