હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાંકાનેરના ઓળ ગામે ગુજરાત કિસાન કોંગ્રેસની ‘ખેડૂત પદયાત્રા' વીજપોલના મુદ્દે સરકાર સામે લડતનું રણશિંગુ ફૂંકાશે...

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેરઃ તા.ર,વાંકાનેર વિસ્તારન)ા ખેડૂતોની જમીનમાંથી પસાર થતા વીજપોલ (ઇલેક્ટ્રિક ટાવર) અંગે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને તેમની કિંમતી જમીનનું યોગ્ય વળતર ન મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ પદયાત્રા દરમિયાન અસરગ્રસ્ત ખેડૂતોને તેમનું વાજબી વળતર કેવી રીતે મેળવવું અને સરકાર સામે કાયદાકીય રીતે મજબૂત લડત કઈ રીતે લડી શકાય તે અંગે વિસ્તળત માર્ગદર્શન અને કાનૂની માહિતી પૂરી પાડવામાં આવશે...ખેડૂતોના હકો અને જમીનના પ્રશ્રોને વાચા આપવા માટે ગુજરાત કિશાન કોંગ્રેશ દ્વારા એક મહત્વપૂર્ણ ‘ખેડૂત પદયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે, જે પદયાત્ર ગુરૂવારે સવારે વાંકાનેર તાલુકાના ઓળ ગામે પ્રવેશ કરશે. જે બાદ સાંજે માટેલ ખાતે રાત્રી રોકાણ બાદ શુક્રવારે વાંકાનેરના ઢવા, રાણેકપર, પંચાસીયા ગામ તરફ આગળ વધશે... ખેડૂતોને સમર્થન આપવા અને માર્ગદર્શન પૂરી પાડવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ પદયાત્રામાં જોડાશે, જેમાં લાલજીભાઈ દેસાઈ (ગુજરાત -દેશ કોંગ્રેસ આગેવાન), જીગ્નેશભાઈ મેવાણી (ધારાસભ્ય), મહંમદજાવેદ પીરજાદા (પૂર્વ ધારાસભ્ય), જયેશભાઈ પટેલ, મહેશભાઈ રાજકોટીયા સહિતના ઉપસ્થિત રહેશે...









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
