<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

ગુજરાતમાં ગળેડાટી ગગન ગરજાણી : ૨૪ કલાકમાં ૭૫ તાલુકાઓમાં વરસાદની એન્ટ્રી

હાલોલમાં સૌથી વધુ સાડા ચાર ઇંચ પહેલા પહરે દે દનાધન દે...થી ચૌમેર પાણી પાણી : રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાના પ્રારંભિક તબક્કાની ધમાકેદાર અસરો જોવા મળી

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૯ : રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાના પ્રારંભિક તબક્કાની ધમાકેદાર અસરો જોવા મળી રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (Gandhinagar) દ્વારા જાહેર કરાયેલા છેલ્લા ૨૪ કલાકના સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતના અલગ-અલગ જિલ્લાના કુલ ૭૫ તાલુકાઓમાં મેઘમહેર નોંધાઈ છે. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, જ્યારે બાકીના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદી માહોલ રહ્યો છે.  

 

​ડેટા મુજબ પંચમહાલ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં રાત્રિના સમયે સૌથી વધુ વરસાદ નોંધાયો છે:  

​હાલોલ  અહીં ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૧૬ એમએમ (૪.૫૭ ઇંચ) વરસાદ ખાબક્યો છે, જેમાં વહેલી સવારે ૪ થી ૬ વચ્ચે જ ૧૦૧ એમએમ વરસાદ પડ્યો હતો.  

​ગોધરા ૮૫ એમએમ (૩.૩૫ ઇંચ) વરસાદ સાથે આ તાલુકો બીજા નંબરે રહ્યો છે.  

​જાંબુઘોડા  ૮૦ એમએમ (૩.૧૫ ઇંચ) વરસાદ નોંધાયો છે.  

​શહેરા  ૭૮ એમએમ (૩.૦૭ ઇંચ) વરસાદથી પંથક પાણી-પાણી થયો છે.  

​બરવાળા  ૭૦ એમએમ (૨.૭૬ ઇંચ) વરસાદ પડ્યો છે.  

​કડી ૬૫ એમએમ (૨.૫૬ ઇંચ) વરસાદ સાથે ઉત્તર ગુજરાતમાં પધરામણી થઈ છે.  

​ઘોઘંબા  વહેલી સવારે ૫૫ એમએમ (૨.૧૭ ઇંચ) વરસાદ ખાબક્યો હતો.  

​નડિયાદ સાંજના સમયે ધોધમાર ૫૩ એમએમ (૨.૦૯ ઇંચ) વરસાદ નોંધાયો.  

​મોરવા હડફ ૫૧ એમએમ (૨.૦૧ ઇંચ) વરસાદ વરસ્યો છે.  

​

બોડેલી (૩૮ એમએમ), કોઠંબા (૩૬ એમએમ), જેતપુર પાવી (૩૩ એમએમ), સંતરામપુર (૩૦ એમએમ), ધંધુકા (૨૮ એમએમ), કલોલ-ગાંધીનગર (૨૭ એમએમ), કલોલ-પંચમહાલ (૨૭ એમએમ), સાવલી (૨૬ એમએમ), વડાલી (૨૫ એમએમ), ગળતેશ્વર (૨૫ એમએમ), જામનગર (૨૩ એમએમ), લીંબડી (૨૦ એમએમ) અને દેવગઢબારિયા (૨૦ એમએમ).  

​

​રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ વાતાવરણ ઠંડુગાર કરતો હળવો વરસાદ અને ઝાપટાં નોંધાયા છે:  

​૧૩ થી ૧૭ એમએમ: વાઘોડિયા (૧૭ એમએમ), દેસર (૧૭ એમએમ), કરજણ (૧૬ એમએમ), પાદરા (૧૫ એમએમ), ડભોઈ (૧૪ એમએમ), તળાજા (૧૩ એમએમ) અને સીંગવડ (૧૩ એમએમ).  

​૧૦ થી ૧૨ એમએમ: કામરેજ (૧૨ એમએમ) અને દોહદ (૧૦ એમએમ).  

​૬ થી ૯ એમએમ: વીરપુર (૯ એમએમ), કદવાલ (૯ એમએમ), મહૂવા (૮ એમએમ), ચીખલી (૮ એમએમ), કડાણા (૮ એમએમ), વિરમગામ (૭ એમએમ), ચોટીલા (૭ એમએમ), લીમખેડા (૭ એમએમ), રાજકોટ (૬ એમએમ), ધાનપુર (૬ એમએમ) અને લુણાવાડા (૬ એમએમ).  

​૪ થી ૫ એમએમ: ગોંડલ (૫ એમએમ), સિહોર (૫ એમએમ), માતર (૫ એમએમ), ગોવિંદ ગુરુ લીમડી (૫ એમએમ), પારડી (૫ એમએમ) અને છોટાઉદેપુર (૪ એમએમ).  

​૩ એમએમ: ગાંધીનગર, વડોદરા તાલુકો, વાલોડ, સંજેલી અને શિનોર.  

​૨ એમએમ: વિસનગર, અમદાવાદ સિટી, સાયલા, મેંદરડા, ઉમરાળા, ભાવનગર તાલુકો, આણંદ, ઉમરપાડા, પલસાણા, ગરબાડા, સુખસર, વલસાડ તાલુકો, નસવાડી અને સંખેડા.  

​૧ એમએમ: સિદ્ધપુર, હિંમતનગર, માણસા, ઉમરેઠ, આરેઠ, અંબિકા અને હડાદ.

(9:22 AM IST)