તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ગુજરાતનો પ્રથમ બનાવઃ આપના ઉમેદવારને માત્ર ૩ મત મળ્યા
પરિવાર અને જ્ઞાતિવાદ કરવા જતા ગતટર્મના વિજેતા આપના મહિલા ઉમેદવારને એ બંનેમાંથી ડિપોઝીટ ગૂમાવવી પડી : તળાજા તા.પં ની ૩૨ બેઠકમાંથી આપ એ ૧૦માં ડિપોઝીટ પણ ગૂમાવી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૩૦: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમા લગભગ દરેક બેઠક પર ભાજપના બે-પાંચ અસંતુષ્ટો પક્ષ વિરોધી કામ કરતા હતા. તેમ છતાંય ત્રીજા મોરચા તરીકે ઉભરી આવીશું અને કોંગ્રેસ કરતાંય આપનો દેખાવ સારો રહશે તેવી આગાહીઓ કરનારને પણ તળાજાની જનતા એ તમાચો માર્યો છે. ૩૨માંથી ૧૦ બેઠકો ઉપર આપના ઉમેદવાર ડિપોઝીટ પણ બચાવી શકયા નથી.
તળાજા તાલુકા પંચાયતમા કોંગ્રેસ ગાબડું પાડવામાં સફળ થઈ છે. તો બીજી તરફ આપની સ્થિતિ મા કોઈજ સુધારો આવ્યો નથી. ઉલટાનું અલંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મા કોંગ્રેસ ના ઉમેદવાર સાથે પરિવાર જ્ઞાતિવાદના નામે ઇલુઇલુ રમાનર લાલુબેન નરશીભાઈ ચૌહાણની બંને બેઠકો પરથી ડીપોઝીટ પણ ડુલ થઈ છે. તેઓ ગત ચૂંટણીમા આ વિસ્તારમાંથી જી.પં.ના આપમાંથી ચૂંટાઈને સદસ્ય બન્યા હતા. અને આ વખતે બંને બેઠક પરથી ડિપોઝીટ ગુમાવવાનો વખત આવ્યોહતો. તાલુકા પંચાયત મા માત્ર ૩૧ અને જી.પં માં માત્ર ૫૬૩ મત મળ્યા હતા. અહીં આપ અને કોંગ્રેસના મત નો સરવાળો કરો તો પણ ભાજપ ના વિજેતા ઉમેદવાર થી ૧૭૨૬ મત પાછળ રહી ગયા હતા. ગુજરાત રાજ્યમાં સૌથી ઓછા મત કોઈ ઉમેદવાર ને મળ્યા હોય તો તે અલંગ પ્ર૨ તા.પં. ના ઉમેદવાર જયપાલસિંહ ગોહિલ ને માત્ર ૩ મત મળ્યા છે. સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ આ એક રેકોર્ડ ગણવામાં આવશે.
આપના ઉમેદવારની ૧૦ બેઠકો પરથી ડિપોઝીટ ગઈ છે તેમાં અલંગ-૧,૨, અને ૩,ભદ્રાવળ,ગોરખી,કુંઢેલી, પસ્વી,સાખડાસર-૧,ઠળિયા અને ત્રાપજ નો સમાવેશ થાય છે.મોટાભાગે આપ ત્રણ આંકડાઓ વટાવી શકી નથી.જોકે આ વખતે આપ ને બધેજ ઉમેદવાર મળી ગયાહતા.જેના કારણે ત્રીપાંખીયા જંગ જેવો માહોલ જામ્યો હતો.મોટાભાગે આપ ત્રીજા સ્થાને જ રહ્યું હતું.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
