<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

જેતપુરમાં ૧ ઇંચ વરસાદ વરસતા કુલ ૧૦ ઇંચ નોંધાયો

વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ કંટ્રોલરૂમ શરૂ કરાયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુરઃ તા.૧,   ત્રણ દિવસના વરસાદની આગાહીને પગલે તંત્ર હાઈ એલર્ટ થયું હોય નગરપાલિકા દ્વારા પણ કંટ્રોલરૂમ શરૂ કરાયો છે નીચાણવાળા વિસ્‍તારમાં રહેતા લોકોનું સલામત સ્‍થળે સ્‍થળાંતર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. જર્જરી મકાનોમાં રહેતા લોકોને સલામત જગ્‍યામાં જતા રહેવા સૂચના અપાય છે. વરસાદ વચ્‍ચે જો કોઈ વિકટ પરિસ્‍થિતિ સર્જાઈ તો કંટ્રોલરૂમ નં. ૦૨૮૨૩૨૨૦૦૦૧ ઉપર સંપર્ક કરવા જાણ કરવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા પણ તમામ ટીમને જો કોઈ પરિસ્‍થિતિ સર્જાય તો તેના નિકાલ માટે એલર્ટ રાખવામાં આવી છે ઉપરાંત લોકોને એવી પણ સૂચના આપવામાં આવી છે કે વરસાદ દરમિયાન કોઈએ કોઈ વીજ પોલને કે વીજ તારને અડકવું નહીં તેમજ જો કોઈ વિસ્‍તાર તૂટેલ હોય કે કોઈ અન્‍ય પીજીવીસીએલ ને લગતી ક્ષતિ જણાય તો તુરંત જાણ કરવા અપીલ કરી છે    ગત રાત થી  ધીમીધારે શરૂ થયેલ વરસાદ સવારે સુધીમાં ૧ ઇંચ વરસી જતા સિઝનનો કુલ ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે.

(11:55 AM IST)