<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

જામજોધપુરના સતપુરાણધામ આશ્રમે ગુરૂપૂર્ણિમા ઉત્‍સવ

પૂ.જેન્‍તિરામબાપાના સાનિધ્‍યમાં લોકડાયરો સંતવાણી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૨૮: જામજોધપુરના ધનુડા ગામે આવેલ શ્રી સતપુરણધામ આશ્રમે ગુરૂપૂર્ણિમાં પર્વની ઉજવણીનો પૂ.જેન્‍તીરામબાપાના સાનિધ્‍યમાં પ્રારંભ થયો છે.

જેમાં કાલે બુધવારના રોજ સવારે ૯ કલાકે પૂ.હરીરામબાપાના ચરણ પાદુકાનું શાસ્‍ત્રોક્‍ત વિધી સાથે પૂ.જેન્‍તીરામબાપા પુજન કરી ભાવવંદના કરશે. અને બાદમાં સત્‍સંગ સભામાં પ્રવચન કરશે. સાંજે પણ સત્‍સંગ સભા યોજાશે અને રાત્રે ૧૦ કલાકે લોકડાયરો અને સંતવાણીના કાર્યક્રમમાં લોકસાહિત્‍યક દેવરાજભાઈ ગઢવી લોકગાયક સવદાસભાઈ આહિર સહિતના ગુરૂ ભક્‍તોને પધારવા જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

(10:05 AM IST)