તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
હરિદ્વારના પૂ.સેવાદાસબાપા આશ્રમ નકલંકધામમાં પૂ.રાજેન્દ્રદાસબાપુના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવ
ગુરૂપૂજન ગંગાઆરતી સંતવાણી સહિતના આયોજનો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૨૫: પ.પૂ.શ્રી ધર્મભુષણ સંતશ્રી રાજેન્દ્રદાસબાપુ ગુરૂશ્રી કરશનદાસ બાપુના સાનિધ્યમાં તા.૨૯ને બુધવારના રોજ સંતશ્રી સેવાદાસબાપા આશ્રમ નકલંકધામ ભુપતવાલા ભારતમાતાપુરમ હરીદ્વાર ૨૪૯૪૧૦ (ઉત્તરાખંડ) ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવનાર છે.
જેમાં સવારે ૯ કલાકે ગુરૂપૂજન બપોરે ૧૧ કલાકે સંતભોજન બપોરે ૩ કલાકે સત્યનારાયણ ભગવાનની કથા સાંજે ૭ કલાકે ગંગા આરતી અને રાત્રે ૯ કલાકે ભવ્ય સંતવાણીમાં બિરજુ બારોટ ગોપાલસાધુ સહિતના કલાકારો જમાવટ કરહે. સ્ટેજનું સંચાલન પોપટ માલધારી કરશે. કાર્યક્રમને સફળ બનાવવા પૂ.રાજેન્દ્રદાસબાપુના માર્ગદર્શન હેઠળ વિજયદાસબાપુ સહિત સેવક પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
