તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
બાવળા-બગોદરા હાઇવે ઉપર ભામસરાધામમાં શ્રી દેવદૂત હનુમાનજી મંદિરે ગુરૂપુર્ણિમા ઉત્સવ
ભાવિકો મોટી સંખ્યામાં ઉમટશેઃ દર્શન, પૂજન, અર્ચનનો લાભ લેશે

રાજકોટ :.. ભામસરા ગામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનિમિતે હનુમાનજી મહારાજનો અદ્વુત શણગાર અને પૂજન અર્ચના કરાશે.રાજકોટ અને સૌરાષ્ટ્ર ગુજરાત ભરમાં હજારો ભાવિકોની આસ્થાના કેન્દ્ર સમા બાવળા-બગોદરા હાઈવે પર આવેલા ઙ્કસિદ્ધ શ્રી દેવદૂત હનુમાનજી મહારાજ મંદિર, ભામસરા ધામ ખાતે ૨૯જુલાઈ ને બુધવાર અષાઢ સુદ પૂનમ) ના પવિત્ર દિવસે ‘ગુરુ પૂર્ણિમા મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ધામધૂમથી ઉજવાશે.
૨૯ જુલાઈ, ગુરુ પૂર્ણિમાના પ્રભાતે સર્વે હરિભક્તો માટે હનુમાનજી મહારાજનો અદ્વુત અને મનોહર શણગાર . ત્યાર બાદ દાદાનું વિધિવત પૂજન અને ભાવપૂર્વક આરતી યોજાશે. આ પવિત્ર અવસરે સુરેશદાદા દ્વારા પૂજ્ય ગુરુવર્ય જીતુદાદા ની પાદુકા પૂજન વિધિવત રીતે કરવામાં આવશે. ગુરુવંદનાના આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ગુરુકળપાનો લહાવો લેશે. આ ઉપરાંત, ઉત્સવ નિમિત્તે સવારે સર્વે હરિભક્તો માટે બટુક ભોજન (મહાપ્રસાદ)નું પણ સુંદર આયોજન રાખવામાં આવ્યું છે.
ભામસરા ધામના સંચાલકો દ્વારા તમામ હરિભક્તો અને ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં પધારી દર્શન, પૂજન અને ભોજન પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
