તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 31st July 2026
અમરેલી જિલ્લાના તુલસીશ્યામધામમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો
શ્રદ્ધા અને ભક્તિનો અદભૂત સંગમ જોવા મળ્યોઃ સૌરાષ્ટ્રભરમાંથી આવેલા હજારો શ્યામ સેવકો તુલસીશ્યામના દર્શન માટે ઉમટી પડયાઃ ભજનના સૂર, ઢોલ-નગારા અને શ્યામના નારા સાથે આખું મંદિર પરિસર ભક્તિમય બન્યું

(અરવિંદ નિમેળ દ્વારા)અમરેલી તા.૩૧: અમરેલી જિલ્લાના તુલસીશ્યામ ધામમા ગુરુપૂર્ણિમા મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો હતો. વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના આરાધ્ય દેવ શ્રી તુલસીશ્યામ ભગવાનના પવિત્ર ધામ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે શ્રદ્ધા અને ભક્તિનો અદ્વુત સંગમ જોવા મળ્યો. સૌરાષ્ટ્ર ભરમાંથી આવેલા હજારો શ્યામ સેવકો તુલસીશ્યામના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
મંદિરમાં પ્રવેશતાની સાથે જ લોક કલાકાર પાર્થ ગઢવી દ્વારા નૂતન રચિત ભક્તિગીત જય શ્રી શ્યામ સુંદર ભગવાન... ભક્તિ અને પ્રેમનો એક અદ્વુત સંગમ લઈને તુલસીશ્યામ ભગવાનનું એક ખૂબ જ સુંદર અને ભાવપૂર્ણ ભક્તિગીત ‘'શ્યામ મારો તુલસીશ્યામ'' ટૂંક સમયમાં જ સૌની વચ્ચે આવી રહ્યું છે!જેના નામ માત્રથી મન શાંત થઈ જાય, એવા શ્યામના ચરણોમાં ભક્તિનું અર્પણ...
ભગવાન શ્યામના રૂપ, તેમની દિવ્યતા અને કરુણાથી છલકાતું આ સોંગ તમારા હૃદયને સ્પર્શી જશે. સંગીતના મધુર સૂર અને ભક્તિમય વાતાવરણ સાથે આ ગીત આપણી ભક્તિમાં એક નવો રંગ સાંભળવા મળ્યો હતો તુલસીશ્યામમાં ગીત ભારે પ્રભાવિત લોકોને કર્યા હતા.
સૌરાષ્ટ્રની ધરા પર આવેલું આ એકમાત્ર એવું ધામ છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે ગોચારણ કર્યું હતું. અહીંના ગરમ કુંડના પાણીમાં સ્નાનથી અનેક રોગો દૂર થાય છે તેવી શ્રદ્ધાને કારણે ભક્તો સૌ પ્રથમ કુંડમાં સ્નાન કરીને જ દર્શન કરવા જાય છે. ત્યારબાદ મંદિરના પટાંગણમાં કનુભાઈ કોટીલા દ્વારા સત્યનારાયણ કથાનું આયોજન થયું હતું.
સનાતન પરંપરા મુજબ ધ્વજા વિજય અને રક્ષાનું પ્રતીક છે.સીતારામ બાપુના ચરણ પાદુકા પૂજન બાદ ડાભીયા પરિવાર દ્વારા ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું. ભજનના સૂર, ઢોલ-નગારા અને શ્યામના નારા સાથે આખું મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું.
બપોરે ૧૨ કલાકે વિશાળ જનમેદનીએ મહાઆરતીનો દિવ્ય લાભ લીધો અને ગુરુપૂર્ણિમાની પ્રાર્થના કરી. ત્યારબાદ મંદિરના ભોજનાલયમાં હજારો ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી તૃપ્તિ અનુભવી હતી.
આ પાવન દિવસે મહેન્દ્રસિંહ બીટા, નિવૃત્ત લશ્કરના વડા પરિવાર સાથે પધાર્યા હતા. તેઓએ ભગવાન શ્રી શ્યામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મંદિરની સુવ્યવસ્થાને બિરદાવી હતી.બપોર બાદ યુવા વર્ગે રૂક્ષ્મણી ડુંગરાની લીલોતરી માણી અને સ્મૃતિરૂપ સેલ્ફી લીધા હતા.
સમગ્ર વ્યવસ્થા ટ્રસ્ટી બી.બી.વરુ, ટ્રસ્ટી મહેશભાઈ કોટીલા, વ્યવસ્થાપક ભીખુભાઈ કોટીલા તથા મેનેજર ચિરાગભાઈ ગઢવી તથા સંજયભાઈ બારોટ મહેમાન કમિટીના સભ્યના સેવકોના અથાક પરિશ્રમથી સંપન્ન થઈ હતી.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
